Home » photogallery » kutchh-saurastra » Rajkot News : રાજકોટ હોટલ પાર્ક ઈનમાંથી કૂટણખાનું ઝડપાયા બાદ માલિક અને લોકલ પત્રકારની ધરપકડ

Rajkot News : રાજકોટ હોટલ પાર્ક ઈનમાંથી કૂટણખાનું ઝડપાયા બાદ માલિક અને લોકલ પત્રકારની ધરપકડ

Rajkot human Trafficking : હોટલ પાર્ક ઈનમાંથી કૂટણખાનું ઝડપાયું હતું જ્યાં ગ્રાહકો પાસેથી 2500 રૂપિયા ઉઘરાવી અને પીડિતાને 500 રૂપિયા અપાતા હતા, હોટલમાંથી મળેલી દારૂની બોટલ સ્થાનિક પત્રકારની

विज्ञापन

  • 19

    Rajkot News : રાજકોટ હોટલ પાર્ક ઈનમાંથી કૂટણખાનું ઝડપાયા બાદ માલિક અને લોકલ પત્રકારની ધરપકડ

    અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટ શહેરના (Rajkot city) મહિલા પોલીસ (woman police) અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા હોટલ પાર્ક ઈન (hotel park inn) ખાતે દરોડો પાડી સેક્સ રેકેટ (sexracket) ચલાવતી મહિલા સહિત હોટલના મેનેજર સહિત ત્રણ લોકોની ધરપકડ (three people arrested) કરી છે. જ્યારે કે ભોગ બનનાર બંગાળી મહિલાને તેમજ એક સગીરાને પોલીસ દ્વારા મુક્ત કરાવવામાં આવી છે. આ મામલે પોલીસે હોટલના માલિક અને એક લોકલ ચોપાનીયાના પત્રકારની ધરપકડ કરી છે.

    MORE
    GALLERIES

  • 29

    Rajkot News : રાજકોટ હોટલ પાર્ક ઈનમાંથી કૂટણખાનું ઝડપાયા બાદ માલિક અને લોકલ પત્રકારની ધરપકડ

    મુંબઈના (Mumbai) કલ્કિ નામના એનજીઓ ને બાતમી મળી હતી કે, શહેરના સદર બજાર વિસ્તારમાં આવેલા હોટલ પાર્ક ઈનમાં (Hotel Park In) મેરઠની એક સગીરા સંતોષ નામના વ્યક્તિ સાથે છેલ્લા બે મહિનાથી રહે છે. જે બાતમીના આધારે રાજકોટ શહેરના સમાજ સુરક્ષા વિભાગ અને મહિલા પોલીસની ટીમ દ્વારા સગીરાનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સગીરા ને હોમ ફોર ગર્લ્સ ખાતે મોકલી આપવામાં આવી હતી. તેમજ તેનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 39

    Rajkot News : રાજકોટ હોટલ પાર્ક ઈનમાંથી કૂટણખાનું ઝડપાયા બાદ માલિક અને લોકલ પત્રકારની ધરપકડ

    જે અંતર્ગત પોલીસે પ્રભુદાસ ઉર્ફે દાસ ભાઈ ચંદુભાઇ કક્કડ, જયશ્રીબેન મનવીર ભાઇ મનુભાઇ ચાવડા તેમજ હોટલના મેનેજર મેહુલભાઈ બેચરભાઈ તોરલીયા વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 ની કલમ 3,4,5 મુજબ ગુનો દાખલ કરી તેમની વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 49

    Rajkot News : રાજકોટ હોટલ પાર્ક ઈનમાંથી કૂટણખાનું ઝડપાયા બાદ માલિક અને લોકલ પત્રકારની ધરપકડ

    તેમજ વધુ તપાસ દરમિયાન હોટલ માલિક હિમાંશુ ભાઈ કૃષ્ણકાંત ભાઇ મહેતા ની સંડોવણી પણ ખુલતા તેમની વિરૂદ્ધ પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો સાથેજ હોટલ ના રૂમ નંબર 204માં તપાસ દરમિયાન દારૂની બોટલ મળી આવતા હોટલ મેનેજર વિરૂદ્ધ પણ પ્રોહિબિશન નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 59

    Rajkot News : રાજકોટ હોટલ પાર્ક ઈનમાંથી કૂટણખાનું ઝડપાયા બાદ માલિક અને લોકલ પત્રકારની ધરપકડ

    જે અંતર્ગત પોલીસે પ્રભુદાસ ઉર્ફે દાસ ભાઈ ચંદુભાઇ કક્કડ, જયશ્રીબેન મનવીર ભાઇ મનુભાઇ ચાવડા તેમજ હોટલના મેનેજર મેહુલભાઈ બેચરભાઈ તોરલીયા વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 ની કલમ 3,4,5 મુજબ ગુનો દાખલ કરી તેમની વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 69

    Rajkot News : રાજકોટ હોટલ પાર્ક ઈનમાંથી કૂટણખાનું ઝડપાયા બાદ માલિક અને લોકલ પત્રકારની ધરપકડ

    જે અંતર્ગત તેની વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. તેમજ તેની પૂછપરછ દરમિયાન દારૂની બોટલ લોક મિજાજ વર્તમાન પત્રના પત્રકાર વિપુલ ભાઈ વસંત ભાઇ રાઠોડની હોવાનું ખુલતા તેમની વિરૂદ્ધ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. હોટલના મેનેજર મેહુલે પોલીસ પૂછપરછ માં જણાવ્યું હતું કે, રૂમ નંબર 204 તેમને પત્રકાર વિપુલ ભાઈ રાઠોડને આપ્યો હતો. તેમજ તેઓ જ દારૂની બોટલ હોટલમાં લઈ આવ્યાં હતા.

    MORE
    GALLERIES

  • 79

    Rajkot News : રાજકોટ હોટલ પાર્ક ઈનમાંથી કૂટણખાનું ઝડપાયા બાદ માલિક અને લોકલ પત્રકારની ધરપકડ

    તો બીજી તરફ પોલીસે મુક્ત કરાવેલ સગીરાને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે મોકલી આપી છે. તેમજ તેનું કાઉન્સિલિંગ પણ હાલ ચાલી રહ્યું છે. ત્યારે કાઉન્સેલિંગ દરમિયાન જ સગીરા કઈ રીતે રાજકોટ આવી પહોંચી હતી.

    MORE
    GALLERIES

  • 89

    Rajkot News : રાજકોટ હોટલ પાર્ક ઈનમાંથી કૂટણખાનું ઝડપાયા બાદ માલિક અને લોકલ પત્રકારની ધરપકડ

    તેમજ સંતોષ નામના શખ્સ સાથે તેના કયા પ્રકારના સંબંધ હતા. રાજકોટ શહેરમાં તેનો ઉપયોગ દેહ વ્યાપારના ધંધા અર્થે કરવામાં આવ્યું હતું કે કેમ તે તમામ બાબતો સગીરા જણાવશે ત્યારબાદ જ જાણી શકાશે. તો બીજી તરફ પોલીસે સંતોષની શોધખોળ પણ શરૂ કરી છે.

    MORE
    GALLERIES

  • 99

    Rajkot News : રાજકોટ હોટલ પાર્ક ઈનમાંથી કૂટણખાનું ઝડપાયા બાદ માલિક અને લોકલ પત્રકારની ધરપકડ

    જે પ્રમાણે હોટલમાંથી છેલ્લા બે મહિનાથી રહેતી સગીરા ઝડપાઈ છે તેમજ કુટણખાનું ઝડપાયું છે. તેનાથી એક વાત તો સ્પષ્ટ થઈ છે કે હોટલ પાર્ક ઈન હોટલ નહિ પરંતુ કુટણખાના સ્પેશિયલ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.

    MORE
    GALLERIES