

આજ રોજ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઉતરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ ખાતે જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી અને સાંઇરામ દવે દ્વારા તેમનાં પરિવાર સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ન્યૂઝ18 ગુજરાતી માધ્યમથી કિર્તીદાન ગઢવી અને તેના પત્ની સોનલ ગઢવી સૂરો રેલાવ્યા હતા.


કિર્તીદાન ગઢવી ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું દર વર્ષે મારા ગામે ઉત્તરાયણના તહેવારની મજા માણતો હોઉ છું પરંતુ ચાલુ વર્ષે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ રાજકોટ રહીને જ મારા પરિવાર સાથે ઉતરાયણની મોજ માણી રહ્યો છું.


રાજકોટ (Rajkot) સહિત સમગ્ર ગુજરાતભરમાં મકરસંક્રાંતિ (Makarsankranti) એટલે કે ઉત્તરાયણના (Uttarayan 2021) તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વહેલી સવારથી લોકો પોતાના ધાબા પર ચડી પતંગ ઉડાવી રહ્યા છે તો સાથે જ ચીકી જીંજરા શેરડી તેમજ ઊંધિયાની મોજ પણ મળી રહ્યા છે.


ચાલુ વર્ષે કોરોના (corona pandemic) મહામારીના કારણે રાજ્ય સરકાર દ્વારા ઉતરાયણના પર્વને લઇને એક માર્ગદર્શિકા (corona guideline) પણ જાહેર કરવામાં આવી હતી.