અંકિત પોપટ, Rajkot News : રાજકોટ શહેરમાં (Rajkot) એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. થોડા દિવસો પૂર્વે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરનાર પત્નીનું સારવાર (Rajkot Suicide) દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે પત્નીના વિયોગમાં પતિએ (Rajkot Husband wife Commited Suicide) પણ તળાવમાં કુદી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આમ, પત્ની બાદ પતિના પણ રહસ્યમય આપઘાતનો બનાવ સામે આવ્યો છે. <br />પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના દૂધસાગર રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડના કવાટર પાસે અમરનગર માં રહેતી એક યુવતી લાઇબ્રેરી જવાનું છે કહી ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ યુવતી બેભાન હાલતમાં સાપર વેરાવળ ખાતેથી મળી આવી હતી. બેભાન હાલતમાં મળી આવેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
જ્યોતિ 13 જાન્યુઆરીના રોજ મવડી રોડ પાસે આવેલ લાયબ્રેરી ખાતે વાંચવા જવાનું કહીને નીકળી હતી. ત્યારબાદ 14 જાન્યુઆરીના રોજ બેભાન હાલતમાં તે શાપર વેરાવળમાંથી મળી આવી હતી. યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું 17મી જાન્યુઆરી સોમવારના રોજ મૃત્યુ નીપજયું હતું. પોલીસ દ્વારા પીએમની કાર્યવાહી કરવામાં આવતા પીએમ રિપોર્ટમાં યુવતીનું મૃત્યુ એસિડ પીવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું.
પત્નીની અચાનક વિદાયથી પતિ મહેશ ચણીયારા ભાંગી પડ્યો હતો. 21 જાન્યુઆરી ના રોજ શુક્રવારે પત્ની પાછળ કરવામાં આવતી લૌકિક વિધિ પૂર્ણ કર્યા બાદ કોઈને કહ્યા વગર ઘરેથી ચાલી નીકળ્યો હતો. સમગ્ર મામલાની જાણ પરિવારજનોએ થોડા પોલીસને પણ કરી હતી. ત્યારે મહેશ ચણિયારાની લાપતા લાશ આજરોજ રાંદરડા તળાવમાંથી મળી આવી હતી.
જાણવા મળ્યા મુજબ પતિ અને પત્ની બંને જીપીએસસીની પરીક્ષા પાસ કરવા બાબતની તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે એવું તો બંને વચ્ચે શું બન્યું કે પત્નીએ પહેલા એસિડ પી આપઘાત કરી લીધો અને ત્યારબાદ તેના વિયોગમાં ખુદ તેના પતિએ પણ આપઘાત કરી લેવાની ફરજ પડી. આખરે પોલીસ તપાસમાં બંનેના આપઘાત આ અંગે શું તથ્ય સામે આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.