અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટ શહેરમાં જાણે કે પતિની સાથે અનૈતિક સંબંધ (extra marital affair) ધરાવતી સ્ત્રીના ગુપ્તાંગમાં મરચું (Chili in a woman's genitals) ભરવાનો જાણે કે ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તે મુજબ એક બાદ એક બર્બરતા પૂર્ણ કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ દીપ્તિ ઉર્ફે રુખશાર નામની પરિણીતાએ પોતાના પતિની પ્રેમિકાનું અપહરણ (girlfriend kidnapping) કરી તેને ઢોર માર માર્યો હતો તેમજ તેના ગુપ્તાંગમાં મરચું પણ ભરી દીધા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે ફરી એક વખત ગણતરીની કલાકોમાં રાજકોટ શહેરના (Rajkot city news) ભીમનગરમાં પતિની પ્રથમ પત્નીએ અન્ય મહિલાઓ સાથે મળીને પતિની બીજી પત્નીને નિર્વસ્ત્ર કરી ગુપ્તાંગ સહિતના ભાગોમાં મરચું (women harassment) ભરી દીધા હોવાનો બનાવ સામે આવ્યો છે.
જ્યાં સૌ પ્રથમ તો ભારતીબેનને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતીબેનને નિર્વસ્ત્ર કરી તેમના નાક, કાન, મોઢા અને આંખ તેમજ ગુપ્તાંગના ભાગે મરચું ભરી દીધું હતું. સમગ્ર મામલાની જાણ પાડોશમાં રહેતા મધુબેનને થતા તાત્કાલિક અસરથી મધુબેન દ્વારા ભારતીબેનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા ઈમરજન્સી રૂમ ખાતે ખસેડવામાં આવ્યા હતા.