

હરિન માત્રાવાડિયા, રાજકોટ : રંગીલા રાજકોટમાં વિદ્યાર્થીઓ ગાંજો ખરીદતા હોય અને તે જ સમયે પોલીસ પહોંચે તેવી ઘટના સામે આવી છે. રાજકોટ એસ.ઓ.જી પોલીસ દ્વારા ત્રણ વિદ્યાર્થીઓને ગાંજો ખરીદી કરતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. રાજકોટ એસ.ઓ.જી પોલીસ જ્યારે પર્ણકુટીર વિસ્તારમાંથી પસાર થતી હતી ત્યારે બે બાઇક પર ચાર શકશો ઉભા હતા. પોલીસની નજર આ ચાર શખ્સો પર પડી હતી અને પોલીસને શંકાસ્પદ હરકત જણાતા તમામની પૂછપરછ કરી તલાસી લેવામાં આવી હતી. તલાશી લેતા તેમની પાસેથી ગાંજા નો જથ્થો મળી આવ્યો હતો


એસ.ઓ.જી પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં ચારમાંથી ત્રણ શખ્સો વિદ્યાર્થીઓ હતા અને આ ત્રણેય વિદ્યાર્થીઓ અન્ય એક ચોથા ઈસમ પાસેથી ગાંજો લેતા હતા જેથી પોલીસે ગાંજો લેનાર ત્રણેય વિદ્યાર્થીઓ અને ગાંજો વેચનાર એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસે એફવાય બીકોમમાં અભ્યાસ કરતા કેયુર વાઘેલા, એફવાય બીએસસી માં અભ્યાસ કરતા જતીન પંચાસરા અને ડિપ્લોમા મિકેનિકલ નો અભ્યાસ કરતા કિશન વાઘેલા ત્રણેય વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે તો સાથે જ ગાંજો વેચનાર વીરેન્દ્ર દેસાઈ ની પણ ધરપકડ કરી છે.