હરીન પોપટ, રાજકોટ : રાજકોટમાં આજે સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ગોંડલ પંથકમાં સવારથી જ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે મંદરડામાં સતત ચોથા દિવસે એક કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. બીજી બાજુ ગિરનારમાં મુશળધાર વરસાદ પડતાં સોનરખ નદીમાં પૂર આવ્યું હતું. આજે દામોદર કુંડમાં એક ગાય પણ ફસાઇ ગઇ હતી. જેને હાલ બહાર કાઢી લેવામાં આવી છે.
રાજકોટનાં ગોંડલ પંથકની વાત કરીએ તો સવારથી ધોધમાર 4 ઈચ વરસાદ ખાબક્યો છે. ભાદરપટાનાં ગ્રામ્ય નવાગામ, લીલાખા વિસ્તારમાં 4 ઈચ વરસાદ પડ્યો છે. શીવરાજગઢ, બંધિયા, કેસવાળામાં વરસાદ શ્રીનાથગઢ, દેરડી(કુંભાજી) વસાવડ સહિતનાં અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે. અડધાથી 2 ઈંચ જેવો વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતો ખુશ ખુશાલ થયા છે.