વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 30મી સપ્ટેમ્બરના રવિવારે એક દિવસ માટે ગુજરાત પ્રવાસે આવવાના છે. દિવસ દરમિયાન તેઓ આણંદ, અંજાર કે મુન્દ્રા અને રાજકોટ ખાતેના કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદી રાજકોટમાં ગાંધી મ્યૂઝિયમની મુલાકાતે જવાના છે. જેની તૈયારીઓના ભાગરૂપે ગાંધી મ્યૂઝિયમની બહારના અનેક વૃક્ષો કાપવામાં આવી રહ્યાં છે.