Home » photogallery » kutchh-saurastra » Rajkot: અકસ્માતમાં બચેલી ભાવિ ડોક્ટર કૃપાલીએ પણ દમ તોડ્યો, પાંચે મૃતકોએ કોરોનામાં અનેક જિંદગીઓ બચાવી હતી

Rajkot: અકસ્માતમાં બચેલી ભાવિ ડોક્ટર કૃપાલીએ પણ દમ તોડ્યો, પાંચે મૃતકોએ કોરોનામાં અનેક જિંદગીઓ બચાવી હતી

Rajkot car-st bus accident: વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવેલી કૃપાલી ગજ્જર નામની યુવતીનું આજરોજ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આમ, માત્ર 6 દિવસના સમયગાળા દરમિયાન 5 જેટલા ભાવિ તબીબોએ અકસ્માતના કારણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 

  • 16

    Rajkot: અકસ્માતમાં બચેલી ભાવિ ડોક્ટર કૃપાલીએ પણ દમ તોડ્યો, પાંચે મૃતકોએ કોરોનામાં અનેક જિંદગીઓ બચાવી હતી

    અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટના (Rajkot news) લોધિકા પોલીસ સ્ટેશન (lodhika police station) વિસ્તારમાં આવેલી મેટોડા જીઆઇડીસીના ગેટ (Metoda GIDC gate) પાસે ગત્ 4થી ઓગસ્ટના રોજ honda amaze કાર અને એસટી બસ (car and st bus accident) વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પાંચ પૈકી ત્રણ ભાવિ તબીબોના મૃત્યુ ઘટનાસ્થળ પર નિપજયા હતા. જ્યારે કે બે જેટલા ભાવિ તબીબોને ગંભીર ઈજા પહોંચતા રાજકોટ હોસ્પિટલ (Rajkot hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ટૂંકી સારવાર દરમિયાન સિમરન ગિલાણી નામની યુવતીનું હોસ્પિટલમાં 4 ઓગસ્ટના રોજ મોત નીપજ્યું હતું. જ્યારે કે વધુ સારવાર અર્થે અમદાવાદ (Ahmedabad) ખાતે ખસેડવામાં આવેલી કૃપાલી ગજ્જર નામની યુવતીનું આજરોજ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આમ, માત્ર 6 દિવસના સમયગાળા દરમિયાન 5 જેટલા ભાવિ તબીબોએ અકસ્માતના કારણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. (મૃતક કૃપાલી ગજ્જર)

    MORE
    GALLERIES

  • 26

    Rajkot: અકસ્માતમાં બચેલી ભાવિ ડોક્ટર કૃપાલીએ પણ દમ તોડ્યો, પાંચે મૃતકોએ કોરોનામાં અનેક જિંદગીઓ બચાવી હતી

    ઘટના અંગે વાત કરીએ તો ગત 4થી ઓગસ્ટના રોજ પારુલ યુનિવર્સિટી સંચાલિત હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ખીરસરા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગયા હતાં. મુલાકાત પૂર્ણ થયે તમામ લોકોએ ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો. પરંતુ ત્યારે એક પણ વ્યક્તિને ખ્યાલ નહોતો કે તેમનો એ આખરી ગ્રુપ ફોટો હતો. (મૃતક સિમરન ગીલાની)

    MORE
    GALLERIES

  • 36

    Rajkot: અકસ્માતમાં બચેલી ભાવિ ડોક્ટર કૃપાલીએ પણ દમ તોડ્યો, પાંચે મૃતકોએ કોરોનામાં અનેક જિંદગીઓ બચાવી હતી

    હોન્ડા અમેઝ કારમાં નિશાંત દાવડા, સિમરન ગિલાણી, ફોરમ અને આદર્શ અને કૃપાલી સવાર હતા. હોન્ડા અમેઝ કાર નિશાંત દાવડા ચલાવી રહ્યો હતો. આ સમયે કોઈ કારણોસર નિશાંત દાવડા સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. (મૃતક સિમરન ગીલાની)

    MORE
    GALLERIES

  • 46

    Rajkot: અકસ્માતમાં બચેલી ભાવિ ડોક્ટર કૃપાલીએ પણ દમ તોડ્યો, પાંચે મૃતકોએ કોરોનામાં અનેક જિંદગીઓ બચાવી હતી

    અને સામે આવી રહેલી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. કારની સ્પીડ એટલી તીવ્ર હતી કે જેના કારણે તે એસટી બસના આગળના ભાગમાં ઘુસી ગઈ હતી. આ કારણે ઘટના સ્થળ પર જ નિશાંત દાવડા, ફોરમ તેમજ આદર્શ ગોસ્વામીના મોત નિપજયા હતા. (મૃતક ફોરમ)

    MORE
    GALLERIES

  • 56

    Rajkot: અકસ્માતમાં બચેલી ભાવિ ડોક્ટર કૃપાલીએ પણ દમ તોડ્યો, પાંચે મૃતકોએ કોરોનામાં અનેક જિંદગીઓ બચાવી હતી

    જ્યારે કે સમગ્ર ઘટનામાં ઈજા પામેલ સિમરન અને કૃપાલીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમામ મૃતકોએ કોરોનામા અનેક લોકોની જિંદગી બચાવી હતી. (મૃતક ફોરમ)

    MORE
    GALLERIES

  • 66

    Rajkot: અકસ્માતમાં બચેલી ભાવિ ડોક્ટર કૃપાલીએ પણ દમ તોડ્યો, પાંચે મૃતકોએ કોરોનામાં અનેક જિંદગીઓ બચાવી હતી

    સમગ્ર મામલે લોધીકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસમાં તમામ મૃતકોએ કોરોના સામેની લડતમાં 6 મહિના સુધી રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવી હોવાનું પણ સામે આવ્યું છે. (મૃતક નિશાંત દાવડા અને આદર્શ )

    MORE
    GALLERIES