ગોંડલઃ કોરોના વાયરસના (coronavirus) સંક્રમણથી બચવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન (lockdown) કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અનલોક વન મુજબ ધીમે ધીમે તમામ ધંધા રોજગારો ફરીથી શરૂ કરવા માટેની છૂટછાટ આપવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન દારૂના વ્યસનીઓ માટે દારૂની (liquor) હેરાફેરી થઈ શકતી ન હતી. જોકે હવે અનલોક વનમાં બૂટલેગરો (Bootlegger) બેફામ બન્યા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. (હરિન માત્રાવાડિયા, રાજકોટ)