

અંકિત, પોપટ, રાજકોટ : કોરોના મહામારી વચ્ચે વેક્સિનેશન શરૂ થતાની સાથે જ (coronavirus Vaccineation) ઠેરઠેર સભાઓ સંમેલનો શરૂ થઈ ચૂક્યા છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પણ ખુલ્લા મેદાનોમાં મર્યાદિત લોકોની સંખ્યામાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, કાર્યક્રમ યોજી વખતે સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) તેમજ માસ્ક પહેરવું ફરજીયાત છે. ત્યારે તાજેતરમાં જ ગુજરાત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ (BJP Vice President) તરીકે ડોક્ટર ભરત બોઘરાના (Dr. Bharat Boghra) સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના ત્રણ ત્રણ કેબિનેટ મંત્રી પણ હાજર રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમને કોઈ નિયમો લાગુ જ ન પડતા હોય તેમ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા.


જેમાં જસદણ વિસ્તારના અને રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયા, રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ જેતપુર વિસ્તારના અને રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી જયેશભાઇ રાદડીયા સહિતના નેતાઓની હાજરીમાં કોરોના વેક્સિનેશનના કાર્યક્રમની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. જેના કારણે કોરોનાના સંક્રમણની શક્યતાઓ નકારી શકાતી નથી.


ત્યારે જસદણ વિસ્તારના આટકોટ રોડ પર આવેલ ભૂમિ જીનિંગ ખાતે અભિવાદનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે દ્રશ્યોમાં પણ જોઇ શકાય છે કે, અભિવાદન કાર્યક્રમ માં જસદણ વિછીયા પંથકના સરપંચ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અભિવાદન સન્માન સમારોહમાં covid 19 ના તમામ નિયમો વિસરાયા હોય તેવા દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.


જાણેકે જસદણ વિછીયા પંથકમાં કોરોના મહામારી જળમૂળથી નાશ પામી હોય તે પ્રકારે બેદરકારી પૂર્વક સોશિયલ distance તેમજ માસ્કના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. સામાન્ય નાગરિક જો માસિક ન પહેરે તો તેને એક એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. કોઈ ધંધાર્થી પોતાની દુકાન પર સોશિયલ distance ન આવે તો તેની દુકાને સીલ કરવામાં આવે છે. બીજી તરફ આપણા રાજનેતાઓને તંત્ર દ્વારા છૂટોદોર આપવામાં આવી રહ્યો છે.