બીલયાળા ખાતે મળેલું બાળક કોઈએ પોતાનું પાપ છૂપાવવા ત્યજી દીધું છે કે પછી મૃત બાળકનો જન્મ થયા બાદ ત્વજી દેવામાં આવ્યું છે તેની તપાસ પોલીસે શરૂ કરી છે. પરંતુ જે રીતે બાળકને ધાબળામાં વ્યવસ્થિત રીતે લપેટીને ત્યજી દેવાયું છે તેના પરથી લાગી રહ્યું છે કે કોઈએ પોતાનું પાપ છૂપાવવા અથવા બાળકને કોઈને આશરો મળી જશે તેવા આશયથી જીવિત હાલતમાં જ ત્યજી દીધું હોઈ શકે છે.