કોરોના વાયરસ (coronavirus) લડવા માટે કોરોના વોરિયર્સ (Corona Warriors) તરીકે પોલીસ ખડેપગે જનતાની સેવા કરી રહી છે. ત્યારે પોલીસની (police) માનતાના અનેક ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. આવી જ એક માનવતા મહેકાવનારી ઘટના ગોંડલમાં બની છે. અહીં પોલીસની માનવતાનું અનોખું સ્વરૂપ જોવા મળ્યું હતું. (હરિન માત્રાવાડિયા, રાજકોટ)
મળતી માહિતી પ્રમાણે રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોમટા ગામના કાંતિલાલ હરિલાલ ભાલોડિયા નામના 70 વર્ષના વૃધ્ધ તેમની વાડીએથી કોબિજનો જથ્થો લઇ ગોંડલ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા અને કોબિજને હરાજીમાં મુક્યા હતા. પરંતુ ખેડૂતની કોબિજ ઉપર કોઈએ ધ્યાન ન આપતા માલ વેચાયો નહીં જેથી તેઓ નિરાશ થઇ ગયા હતા.
લોકડાઉન દરમિયાન ખેડૂત સહિત અન્ય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આર્થિક રીતે હવે લોકોને મુશ્કેલી વધી છે ત્યારે એક પીએસઆઇ દ્વારા ખેડૂતને તેનો માલ ખરીદી આર્થિક મદદ કરી હતી જે અન્યો માટે એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે. હાલ ખેડૂતો નો માલ જો નહિ વેચાઈ તો બગડવાની તૈયારી છે ત્યારે હવે ધીમે ધીમે યાર્ડમાં પણ વેચાણની કાર્યવાહી શરૂ થતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.