અંકિત પોપટલ, રાજકોટઃ છેલ્લા કેટલાય સમયથી કોરોના (coronavirus) મહમારીના કારણે લોકોના જીવનમાં ફિકાસ આવી ગઈ છે. ત્યારે દશેરાના (Dashera) પર્વને આડે હવે બસ ગણતરીના કલાકો જ બાકી બચ્યાં છે. ત્યારે રાજકોટમાં (Rajkot) મીઠાઈની દુકાનો અવનવી મીઠાઈઓ (sweets) સાથે સજી ધજી ચૂકી છે. તો બીજી તરફ અત્યારથી જ મીઠાઈની ખરીદીનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે.
કારણકે નવરાત્રા દરમિયાન માઈ ભક્તો નવ દિવસ દરમિયાન કોઈ પણ સ્વાદિષ્ટ મીઠાઈ કે વ્યંજન આરોગતા નથી હોતા તેથી દશેરાને દિવસે નવ દિવસના ઉપવાસ બાદ લોકો મીઠાઈ તેમજ સ્વાદિષ્ટ વ્યંજન ખાતા હોઈ છે. ત્યારે રાજકોટની પ્રખ્યાત શિવ શક્તિ સ્વીટ માટના માલિકનું કહેવું છે કે હાલ અમારી શોપમાં આવી ચૂકી છે અવનવી 900 જેટલી મીઠાઈઓ.