Home » photogallery » kutchh-saurastra » પોરબંદર : નગરપાલિકામાં ભાભીએ દિયરને હરાવ્યા, ઘરમાં પણ કૉંગ્રેસને પછડાટ

પોરબંદર : નગરપાલિકામાં ભાભીએ દિયરને હરાવ્યા, ઘરમાં પણ કૉંગ્રેસને પછડાટ

પોરબંદર નગરપાલિકાની વોર્ડ નંબર 1ના પરિણામની સૌરાષ્ટ્ર આખામાં ભારે ચર્ચા

विज्ञापन

  • 15

    પોરબંદર : નગરપાલિકામાં ભાભીએ દિયરને હરાવ્યા, ઘરમાં પણ કૉંગ્રેસને પછડાટ

    પ્રતિશ શીલુ, પોરબંદર : રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Local Body Election Result) પરિણામ આજે મંગળવારે જાહેર થયા છે. આ ચૂંટણીના પરિણામમાં સૌની નજર ભાજપ-કૉંગ્રેસના પ્રદર્શન હતી. જોકે, પોરબંદર નગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ સમગ્ર રાજ્યને ચર્ચાના ચગડોળે ચઢાવી દીધું છે. અહીંયા નગરપાલિકા સાથે ઘરમાં પણ કૉંગ્રેસની (Congress) હાર થઈ છે. નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં લડી રહેલા મહિલા ઉમેદવારે ભાજપમાંથી (BJP) લડી અને કૉંગ્રેસમાંથી લડેલા દીયરને હરાવ્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    પોરબંદર : નગરપાલિકામાં ભાભીએ દિયરને હરાવ્યા, ઘરમાં પણ કૉંગ્રેસને પછડાટ

    ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવારનું નામ છે પાયલ બાપોદરા. પાયલ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા. પાયલના પતિ અજય બાપોદરા ભાજપના નેતા છે. પાયલ બહેનની જીતની ચર્ચા સમગ્ર પોરબંદરમાં થઈ રહી છે. તેમણે અગાઉ ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય અને ગત ડિસેમ્બર માસમાં જ કૉંગ્રેસમાં જોડાયેલા પોતાના દીયરને છાયા નગરપાલિકાની ચૂંટણીમાં હાર આપી છે.

    MORE
    GALLERIES

  • 35

    પોરબંદર : નગરપાલિકામાં ભાભીએ દિયરને હરાવ્યા, ઘરમાં પણ કૉંગ્રેસને પછડાટ

    આ ચૂંટણીમાં પાયલ બાપોદરા જે પેનલ સામે લડી રહ્યા હતા તે પેનલમાં તેમની સામે કૉંગ્રેસની પેનલમાં તેમના દીયર વિજય બાપોદરા પણ લડી રહ્યા હતા. આ ચૂંટણીમાં ભાભીએ દીયરને હરાવતા રાજ્યમાં તો ઠીક પર ઘરમાં પણ કૉંગ્રેસ ક્યાયની નથી રહી. વિજય બાપોદરા કૉંગ્રેસમાં જોડાયેલા તે પહેલાં બોખીરામાં ભાજપના નેતા હતા અને 10 વર્ષથી ખૂબ જ સક્રિય હતા. જોકે, તેઓ પોતાના 300 ટેકેદારો સાથે મોઢાવાડિયાની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

    MORE
    GALLERIES

  • 45

    પોરબંદર : નગરપાલિકામાં ભાભીએ દિયરને હરાવ્યા, ઘરમાં પણ કૉંગ્રેસને પછડાટ

    પોરબંદર છાંયા નગરપાલિકાના વૉર્ડ નંબર 1માં એક જ પરિવારના બે સભ્યો અલગ અલગ પક્ષમાંથી ઉમેદવારી નોંધાઇ હતી. જેમાં દિયર કોંગ્રેસમાંથી અને તેમના ભાભીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. આ વાતને લઈને હવે મત વ્યક્તિ જોઈને આપવો કે પક્ષ જોઈને મતદારો પણ આ બાબતે મુશ્કેલીમાં મૂકાયા હતા.

    MORE
    GALLERIES

  • 55

    પોરબંદર : નગરપાલિકામાં ભાભીએ દિયરને હરાવ્યા, ઘરમાં પણ કૉંગ્રેસને પછડાટ

    પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકાના વૉર્ડ નંબર એકમાંથી ભાજપના ઉમેદવાર પાયલ બાપોદરા છે. તેમના પતિ અજય બાપોદરા ભાજપમાં યુવા મોર્ચાના પ્રમુખ હતા અને તેમણે ચૂંટણી પહેલાં જણાવ્યું જણાવ્યું હતું કે, વ્યક્તિ નહીં પરંતુ પક્ષની વાત લઈને અમે લોકો સમક્ષ જશો અને વિકાસના કાર્યો જેટલા કર્યા છે, તે બાબતે વિકાસ કાર્યો લોકો સમક્ષ જણાવી મત માંગીશું'

    MORE
    GALLERIES