પ્રતિશ શિલુ, પોરબંદર : હાલ આખા રાજ્યમાં (Gujarat) વરસાદી માહોલ જામ્યો છે ત્યારે પોરબંદરની (Porbandar) કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં (SocialMedia) વાયરલ થઇ રહી છે. પોરબંદર જિલ્લાની આ તસવીરો ડ્રોન દ્વારા લેવામાં આવેલી છે. પોરબંદર જિલ્લાના ઘેડપંથક તેમજ શહેરના નીચાણવાળા વિસ્તારમાં જે રીતે જળબંબાકાર છે તે દેખાઇ રહ્યું છે. પરંતુ આ તસવીરો ક્યારની છે તે હજી સ્પષ્ટ થઇ નથી રહ્યું. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડતાં ધોરાજી નજીકના ભાદર 2 ડેમ સહિત ઉપરવાસના અનેક ડેમ અને નદીના ધસમસતા પાણી પોરબંદર જિલ્લાના અનેક ગામોમાં પહોંચી જતા હોય છે. જેના કારણે જિલ્લાના ગરેજ, ચિકાસા , નવીબંદર, રાજપર સહિતના ગામ અને હાઈવેમાં ભરાયેલા પાણીની ડ્રોન કેમેરાથી લેવાયેલી આ તસવીરો છે. માનવામાં આવી રહ્યું છે કે આ તસવીરો એક મહિના પહેલાની છે પરંતુ હાલ સોશિયલ મીડિયામાં વહેતી થઇ છે.