પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે જ્યોર્તિલિંગ સોમનાથમાં ભક્તોનું પૂર આવ્યું છે. દૂરદૂરથી લોકો સોમનાથ દાદાના દર્શને વેરાવળ આવી પહોંચ્યા છે. નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલ પણ પોતાના પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. કાલે મોડી રાતથી જ ભક્તોનો સોમનાથ ખાતે ધસારો જોવા મળી રહ્યો હતો. સવારની આરતીમાં હજારો શિવભક્તોએ ભાગ લઈને સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

શ્રાવણ મહિનામાં ભક્તોની ભીડને જોતા સોમનાથમાં વિશેષ સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ભક્તોની ભીડ એટલી છે કે સોમનાથ બસ સ્ટેશનની બહારથી લઈને મંદિરના પગથિયા સુધી ભક્તોની ભીડ ઉમટી પડી છે.

શ્રાવણ મહિનામાં ભક્તોની ભીડને જોતા સોમનાથમાં વિશેષ સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ભક્તોની ભીડ એટલી છે કે સોમનાથ બસ સ્ટેશનની બહારથી લઈને મંદિરના પગથિયા સુધી ભક્તોની ભીડ ઉમટી પડી છે.

શ્રાવણ માસ પહેલાં જ સોમનાથ મહાદેવના મંદિરના ઘુમટે આવેલા પથ્થરોના કળશને સોનાથી મઢવાની જાહેરાત કરાઈ છે. મંદિરના ઘુમટે આવેલા કળશને સોનાનો વરખ ચઢાવાશે.