Home » photogallery » kutchh-saurastra » મોરબી : કરૂણ ઘટના! મહિલા LRDએ ક્વાર્ટરમાં આપઘાત કર્યો, 15 દિવસ પૂર્વે જ મળ્યું હતું પોસ્ટીંગ

મોરબી : કરૂણ ઘટના! મહિલા LRDએ ક્વાર્ટરમાં આપઘાત કર્યો, 15 દિવસ પૂર્વે જ મળ્યું હતું પોસ્ટીંગ

મોરબી જીલ્લા હેડ કવાર્ટરમાં ફરજ બજાવતી મહિલા લોકરક્ષકે પોલીસલાઈનના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

  • 15

    મોરબી : કરૂણ ઘટના! મહિલા LRDએ ક્વાર્ટરમાં આપઘાત કર્યો, 15 દિવસ પૂર્વે જ મળ્યું હતું પોસ્ટીંગ

    અતુલ જોશી, મોરબી : મોરબી (Morbi) જીલ્લા હેડ ક્વાર્ટરમાં (Police) ફરજ બજાવતી અને પંદર દિવસ પૂર્વે જ નિમણૂક થયેલી નવી LRD મહિલા કોન્સ્ટેબલ નિતુબેન નટવરલાલ પરમારે ગળેફાંસો (Suicide) ખાઈ અને મોતને વ્હાલું કર્યું છે. મહિલા એલઆરડી સુરેન્દ્રનગર જિલ્લાની વતની હતી અને અને નોકરીમાં પંદર દિવસ પૂર્વ જ તેનું પોસ્ટીંગ થયું હતું. જોકે, જુવાનજોધ દીકરીના મોતના સમાચાર મળતા વતનમાં પણ પરિવાર માથે વજ્રાઘાત પડ્યો છે.

    MORE
    GALLERIES

  • 25

    મોરબી : કરૂણ ઘટના! મહિલા LRDએ ક્વાર્ટરમાં આપઘાત કર્યો, 15 દિવસ પૂર્વે જ મળ્યું હતું પોસ્ટીંગ

    બનાવની વિગતો એવી છે કે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના ક્વાર્ટરમાં રહેતી નવા LRD તરીકે મોરબી હાલ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતી મૂળ સુરેન્દ્રનગર જીલ્લાની વતની નિતું નટવરભાઈ પરમાર નામની મહિલા એલઆરડીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ લાઈનના ક્વાર્ટરમાં આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

    MORE
    GALLERIES

  • 35

    મોરબી : કરૂણ ઘટના! મહિલા LRDએ ક્વાર્ટરમાં આપઘાત કર્યો, 15 દિવસ પૂર્વે જ મળ્યું હતું પોસ્ટીંગ

    ઉલ્લેખનીય છે કે પંદર દિવસ પૂર્વે જ તેણીને પોસ્ટીંગ અપાયું હતું જેમાં બનાવની જાણ થતાં મોરબી એ ડિવિઝન પીઆઈ બી પી સોનારા જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ,મહિલા પીએસઆઇ ડી વી ડાંગર, સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે જ્યારે મહિલા લોકરક્ષકનાં આત્મહત્યા કરવા પાછળનું કારણ હાલ અકબંધ છે.

    MORE
    GALLERIES

  • 45

    મોરબી : કરૂણ ઘટના! મહિલા LRDએ ક્વાર્ટરમાં આપઘાત કર્યો, 15 દિવસ પૂર્વે જ મળ્યું હતું પોસ્ટીંગ

    એ ડિવિઝન પોલીસની પ્રાથમિક તપાસમાં આ બનાવની જાણ પોલીસને 11 :45 થતા એ ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહ ને જોતા બનાવ સવારના નવ વાગ્યાની આસપાસ ની હોવાની આશંકા સેવાઇ રહી છે.હાલ આ મહિલા કોન્સ્ટેબલ દ્વારા કેમ આવું પગલું ભરવામાં આવ્યું ? તેણીએ કોઈ સુસાઇડ નોટ લખી છે કેંકેમ આ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 55

    મોરબી : કરૂણ ઘટના! મહિલા LRDએ ક્વાર્ટરમાં આપઘાત કર્યો, 15 દિવસ પૂર્વે જ મળ્યું હતું પોસ્ટીંગ

    મોરબી એસપી સુબોધ ઓડેદરાએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે હાલ મૃતદેહ ને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં જો કોઈ સુસાઈડ નોટ મળશે તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સાથે જ કોઈ પોલીસકર્મીઓ આવા પગલાં ન ભરે જો કોઈ તકલીફ હોય તો તેને તેના સિનિયરોને જાણ કરવા પણ અનુરોધ કર્યો છે.

    MORE
    GALLERIES