અતુલ જોશી, મોરબી : મોરબીના રાજપર ગામે ખાનગી શાળાઓને શરમાવે તેવી સરકારી શાળા : લાયબ્રેરી થી લઈને ફિલ્ટર પ્લાન્ટ સુધીની સગવડતા ધરાવતી શાળાના વિદ્યાર્થીઓ પણ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી ચુક્યા છે મોરબી જીલ્લામાં ખાનગી શાળાઓને શરમાવે તેવી સરકારી શાળાઓ બની છે જેમાં રાજપર તાલુકા શાળાએ સરકારનું રોલ મોડેલ સાબિત કરે છે.
મોરબી તાલુકાના રાજપર ગામની સરકારી શાળા એક ખાનગી શાળાને સરમાવે તેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે રાજપર તાલુકા શાળામાં કેજી થી લઈને ધોરણ 08 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે જેમાં 300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.આ સરકારી શાળામાં કોમ્પ્યુટર રૂમ, અદ્યતન પ્રાર્થના ખંડ, 500થી વધુ પુસ્તકોની અદ્યતન લાયબ્રેરી,આર ઓ પ્લાન્ટ સહિત તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
જેમાં સંગીત,લોક સાહિત્ય,નૃત્યો,ચિત્રકળા જેવી વીવિધ પ્રવૃત્તિઓ બાળકોને અનુરૂપ કરાવવામાં આવે છે.સાથે જ અમારી શાળાને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પણ સન્માનિત કરવામાં આવી છે.હાલ આ શાળાએક આદર્શ ગ્રામ સરકારી શાળાનું બિરૂદ આપી શકાય અને ખાનગી શાળાઓ ના મો પર તમાચો મારવા હજુ પણ સરકારી શિક્ષણ શક્તિ ધરાવે છે એ સાબિત કરે છે.