મોરબી : જઘન્ય ઘટના! દીકરાએ સગી મા-બહેનની હત્યા કરી, તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી રહેંસી નાખ્યા
મોરબીના ઝીકિયારી ગામે પુત્રે રસોઈ ન બનાવી હોવાની સામાન્ય બાબતે માતા બહેનને રહેંસી નાખતા ચકચાર : આરોપી હાથ વેંતમાં, બપોરે ડીવાયએસપી રાધિકા ભારાઈ પ્રેસ કૉન્ફરન્સ કરશે


અતુલ જોશી, મોરબી : ઝીકિયારી (Morbi murder) ગામે રહેતા કસ્તુરબહેન સવજીભાઈ ભાટિયા અને સંગીતા બહેન સવજીભાઈ ભાટીયાને તેના જ પુત્ર દેવશી ભાટિયાએ તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી નાખી. (Son killed Mother sister)પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના ઝીકિયારી ગામે ધૃણાસ્પદ બનાવ સામે આવ્યો છે જેના લીધે મોરબી પંથકમાં ચકચાર મચી જવા પામી છે


આ બનાવની મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના ઝીકિયારી ગામેં રહેતા કસ્તુરબહેન સવજીભાઈ ભાટીયા,સંગીતાબહેન સવજીભાઈ ભાટીયા અને દેવશીભાઈ સવજી ભાઈ ભાટીયા ખેતી કરી ગુજરાન ચલાવતા હતા જેમાં ગત રાત્રીના નવ વાગ્યાની આસપાસ પુત્ર દેવશી સવજીભાઈ ભાટીયા એ ઘર માં માતા કસ્તુર બહેન અને બહેન સંગીતા વચ્ચે રસોઈ બનાવવા બાબતે બોલા ચાલી થઈ હતી.


બોલા ચાલી થયા બાદ રસોઈ બનાવી ન હતી જેને લઈને પુત્ર દેવશી સવજી ભાટીયા ઉશ્કેરાઇ ગયો હતો અને માનસિક સંતુલન ખોઈ બેસી અને માતા કસ્તુરબહેન અને બહેન સંગીતા ને ગાળાના ભાગે તીક્ષણ હથિયારનાં ઘા ઝીકી કરપીણ હત્યા કરી હતી


બનાવની જાણ થતાં મૃતકના ભત્રીજા સહિતના ઝીકિયારી ગામે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરતા મોડી રાત્રીના મોરબી એસપી એસ આર ઓડેદરાએ, ડીવાયએસપી રાધિકા ભારાઈ,તાલુકા પીએસઆઇ એ એ જાડેજા સહિતનો પોલીસ કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પીએમ અર્થે ખેસડી પંચનામું કરવા સહિતની કાર્યવાહી કરી હતી