અતુલ જોશી, મોરબીઃ મોરબી જીલ્લામાં (Morbi jilla) બપોર બાદ વાતાવરણમાં (atmosphere) અચાનક પલટો આવ્યો હતો. જેથી મોરબી (morbi) હળવદ (Halvad), માળીયા મી.ટંકારામાં માવઠું થયું હતું. ખેતરોમાં પડેલા તૈયાર પાકો પર પાણી ફરી વળ્યાં હતા. મોરબી જીલ્લામાં આજે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને શુષ્ક અને ઠંડી આબોહવા અને ઝડપી પવન ફૂંકાયો હતો. જેમાં ત્રણથી ચાર કલાક બાદ ફૂંકાયેલા આ પવન બાદ વરસાદ (Rain) પણ આવ્યો હતો અને ખેડૂતોના (farmers) પાકને નુકસાન (crop loss) પણ કર્યું હતું જેમાં મોરબી જિલ્લાના માળીયા મિયાણા અને હળવદ પંથકમાં ઠંડો પવન ફૂંકાયો હતો.
ત્યારે માળીયા મી.ના કુંભારીયા,વેણાંસર,ઘાટીલા,વેજલપર ખાખરેચી રોહિશાળા સહિતના આજુબાજુના ગામોમાં વરસાદ સાથે કરા પડ્યા જેમાં ગ્રામજનોના જણાવ્યાં અનુસાર આ કરા સોપારીથી પણ મોટા હોવાનું જાણવા મળ્યું છે. મોડી સાંજથી મોરબી વાતાવરણમાં પલટો ખેડૂતોમાં ચિંતાનું મોજું લઈને આવ્યો છે. અને આ કમોસમી વરસાદના લીધે મોરબી જીલ્લાના ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.