મોરબી: હળવદ જીઆઈડીસીમાં સાગર સોલ્ટ (Sagar Salt) નામના મીઠાના કારખાનામાં દીવાલ પડતા 12 નિર્દોષ શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. જીવ ગુમાવનાર લોકોમાં 13 વર્ષથી લઈને 54 વર્ષના વ્યક્તિનો સમાવેશ થાય છે. આ ઘટના પ્રત્યે પીએમ મોદી (PM Modi)એ પણ સંવેદના વ્યક્ત કરી છે. આ બનાવમાં મોતને ભેટેલા લોકોના નજીકના સગાને પીએમ રાહત નિધિ ફંડમાંથી બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે પ્રત્યેક મૃતકને ચાર લાખની સહાયની જાહેરાત કરી છે. આ બનાવ બન્યો ત્યારે મૃતકો દીવાલ નજીક પેકિંગ (Salt packing work)નું કામ કરી રહ્યા હતા. આ ઘટનાની જે તસવીરો સામે આવી છે તેના પરથી ત્યાંની પરિસ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.