Home » photogallery » kutchh-saurastra » મોરબી પોલીસનો સપાટો: મોડીફાઇડ સાઇલેન્સર, બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો જપ્ત

મોરબી પોલીસનો સપાટો: મોડીફાઇડ સાઇલેન્સર, બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો જપ્ત

છેલ્લા પાંચ દિવસમાં આવા 140થી વધારે વાહન ડિટેઇન કરવામાં આવ્યા, છેલ્લા પાંચ દિવસના દંડની રકમ જોઈએ તો તે દોઢ લાખને પણ પર થઈ જાય છે.

  • 18

    મોરબી પોલીસનો સપાટો: મોડીફાઇડ સાઇલેન્સર, બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો જપ્ત

    અતુલ જોશી, મોરબી: મોરબી શહેર વિસ્તારમાં અમુક વાહન ચાલકો તેમના બુલેટ બાઇકમાં મોડીફાઇડ સાઇલેન્સર લગાવી વધુ અવાજ થાય તે રીતે ચલાવે છે. આ ઉપરાંત અમુક બાઇક ચાલકો જાહેર માર્ગો પર સ્ટંટ કરે છે. આ અંગે ન્યૂઝ 18 ગુજરાતી તરફથી અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ પોલીસ આવા વાહન ચાલકોને શોધીને તેમની શાન ઠેકાણી લાવી રહી છે.

    MORE
    GALLERIES

  • 28

    મોરબી પોલીસનો સપાટો: મોડીફાઇડ સાઇલેન્સર, બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો જપ્ત

    સાથે જ જો આવા તત્વો મળે તો પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. હાલ પણ પોલીસની આ કામગીરી મોરબી ટ્રાફિક પોલીસ તરફથી ચાલુ રાખવામાં આવી છે. આ મામલે મોરબી ટ્રાફિક ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જે લોકો આ રીતે સ્ટંટ કરે છે, મોડીફાઇડ બુલેટ અને બાઈક બનાવી બેફામ ફરે છે તેવા કુલ 100 જેટલા મોડીફાઇડ બાઈક ડિટેઇન કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 38

    મોરબી પોલીસનો સપાટો: મોડીફાઇડ સાઇલેન્સર, બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો જપ્ત

    આ ઉપરાંત કારમાં બ્લેક ફિલ્મ લગાવવી, નંબર પ્લેટ વગર વાહન હંકારવું, કાર પર ગેરકાયદે લખાણ લખવું વગેરે સામે જિલ્લા એસ.પી.શ્રી સુબોધ ઓડેદરાએ તાત્કાલિક કાર્યવાહી કરવા મોરબી ટ્રાફિક શાખાને સૂચના આપી હતી. જેના પગલે ટ્રાફિક શાખાના અધિકારી તથા કર્મચારીઓની ટીમો બનાવી ડબલ સાઇલેન્સર વાળા બુલેટો તથા પૂરઝડપે તેમજ નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો, મોટર-કાર વાહનોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

    MORE
    GALLERIES

  • 48

    મોરબી પોલીસનો સપાટો: મોડીફાઇડ સાઇલેન્સર, બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો જપ્ત

    છેલ્લા પાંચ દિવસમાં આવા 140થી વધારે વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે. કારમાં બ્લેક ફિલ્મ લગાવી તથા ગેરકાયદેસર લખાણ તથા સુશોભીત નંબર પ્લેટ લગાવી તથા રોંગ સાઇડમાં વાહન ચલાવી તથા ચાલુ વાહને મોબાઇલ ફોનમાં વાત કરતા વાહન ચાલકો વિરૂદ્ધ કુલ 112 એન.સી. કેસ કરી તેનો સ્થળ દંડ રૂ. 54100 વસૂલ કરાયા છે.

    MORE
    GALLERIES

  • 58

    મોરબી પોલીસનો સપાટો: મોડીફાઇડ સાઇલેન્સર, બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો જપ્ત

    છેલ્લા પાંચ દિવસના દંડની રકમ જોઈએ તો તે દોઢ લાખને પણ પર થઈ જાય છે. હજુ પણ મોરબી જિલ્લામાં જે વાહન ચાલકો બુલેટમાં મોડીફાઇડ કરેલું સાઇલેન્સર લગાવી ફરે છે, કારમાં બ્લેક ફિલ્મ લગાવી ફરે છે, વાહનમાં આગળ પાછળ નંબર પ્લેટ લગાવતા નથી કે ટ્રાફિકના અન્ય નિયમોનું પાલન કરતા નથી તેઓના વિરૂધ્ધમાં ટ્રાફિક શાખા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 68

    મોરબી પોલીસનો સપાટો: મોડીફાઇડ સાઇલેન્સર, બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો જપ્ત

    પોલીસે જપ્ત કરેલા વાહનો.

    MORE
    GALLERIES

  • 78

    મોરબી પોલીસનો સપાટો: મોડીફાઇડ સાઇલેન્સર, બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો જપ્ત

    પોલીસે મોડીફાઇડ વાહનો જપ્ત કર્યાં.

    MORE
    GALLERIES

  • 88

    મોરબી પોલીસનો સપાટો: મોડીફાઇડ સાઇલેન્સર, બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો જપ્ત

    પોલીસે જપ્ત કરેલા વાહનો.

    MORE
    GALLERIES