અતુલ જોશી, મોરબી : મોરબીમાં ઉત્તરાયણ પછી વર્ષની પ્રથમ રેડ (Raid) આર આર સેલે મહારાષ્ટ્રથી (Maharashtra) રાજકોટ લઈ જવાતો મોટો વિદેશી દારૂનો (Liquor Caught) જથ્થો પકડી પાડ્યો છે. જેમાં રેન્જ આઈજી સંદીપ સિંઘની સૂચનાથી આર આર સેલના રીડર શાખાના પીઆઈ એમ.પી.વાળને ખાનગી રીતે મળેલી બાતમીના આધારે આર.આર સેલની ટીમે વાંકાનેર (Vankaner Boundary) બાઉન્ડ્રી નજીક ઢળતી સાંજે વોચ ગોઠવી હતી. એ દરમ્યાન બંધ બોડીનું કન્ટેનર ટ્રક ન.MH 46 BM 0169 પસાર થતાં તેને અટકાવ્યું હતું.
પોલીસે આ કન્ટેનરની તલાસી લેતા તેના પર ડાક પાર્સલ લખેલું જોવા મળ્યું હતું જેમાં તેને સિલ મારેલ હોય પ્રથમ દ્રષ્ટિએ ડાકનું પાર્સલ હોવાનું પોલીસટીમને જણાયું હતું. પરન્તુ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કન્ટેનરનું સિલ તોડી તપાસ કરતા તેમાંથીરોયલ ચેલેન્જ, મેક ડોનલડ નં.1 સહિત જુદી જુદી બ્રાન્ડની 539 પેટી નંગ 6468 બોટલ વિદેશી દારૂનો જથ્થો કીમત રૂ.24,49,140/- અને ટ્રક મળી કુલ કિંમત 39,53,340/- કબ્જે કરવામાં આવ્યો હતો.