મોરબી પોલીસની માનવતા મહેકી: છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકોને કરિયાણું વહેચ્યું
મોરબી એસપી ડો કરનરાજ વાઘેલાએ પણ કર્મચારીઓને સતર્ક રહેવાની સૂચના આપવાની સાથે લોકો ભૂખ્યા ન રહે તેવી પહેલ કરી હતી. જેના પગલે મોરબી તાલુકા પોલીસ દ્વારા 250 કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


મોરબીમાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા લોકડાઉનનું (lockdown) ચુસ્ત પણે અમલ થઈ રહ્યો .છે ત્યારે મોરબી એસપી ડો કરનરાજ વાઘેલાએ પણ કર્મચારીઓને સતર્ક રહેવાની સૂચના આપવાની સાથે લોકો ભૂખ્યા ન રહે તેવી પહેલ કરી હતી. જેના પગલે મોરબી તાલુકા પોલીસ દ્વારા 250 કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. (અતુલ જોશી, મોરબી)


સાથે જ મોરબી સીટી એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી, પીએસઆઆઈ બી ડી પરમાર, મહિલા પીએસઆઈ વિશાખા ગોંડલીયાની ટીમ દ્વારા નવલખી રોડ, વાવડી રોડ સહિતના વિસ્તારોમાં રહેતા ઝૂંપડપટ્ટીમા રહેતા પરિવારોના લોકોને લોટ, તેલ, બટાટા, ડુંગળી, શાક, ગોળ, અનાજ, કઠોળ, ચવાનું, બિસ્કિટ સહિત માસ્કનું વિતરણ કર્યું હતું.


જેમાં કુલ મળી મોરબી એ ડીવીઝન પોલીસે 150 પરિવારના લોકોને કરિયાણું પૂરું પાડ્યું હતું. સાથે જ લોકોને સતર્ક રહેવા જરૂર પડે તો ફોન કરવા પણ સૂચના આપી હતી.


મોરબી એ ડિવિઝન પોલીસના જવાનોએ આ કરિયાણાને લારીમાં લઈને વિતરણ કર્યું હતું. ત્યારે જે શ્રમિકો પણ નીકળી જાય છે તેઓને પણ જુદી જુદી જગ્યાએ રોકી અને તેના રહેવા જમવાની સુવિધા મોરબી વહીવટી તંત્ર અને પોલીસતંત્ર દ્વારા કરવામાં આવે છે.