અતુલ જોશી, મોરબી : મોરબીના (Morbi) ભક્તિનગર બાયપાસ (Bhaktinagar) નજીક આવેલ નવા સીટી મોલ પાસે જૂની અદાવતમાં ખૂની ખેલ (Murder) ખેલાયો હતો જેમાં પીસ્તોલ સહિતના હથિયારોમાંથી અંધાધૂંધ ફાયરિંગની (Firing) આ ઘટનામાં નામચીન મમુ દાઢીનું (Mamu Dadhi Murder) સારવાર પૂર્વે જ મોત નીપજ્યું હતુ. આ લોહિયાળ ઘટનામાં 13 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આજે આ મામલે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મોરબીમાં ગત તા.૦૯ ના રોજ મોરબીના નામચીન હનીફ કાસમાણી ઉર્ફે મમુ દાઢીને તેર ઈસમોએ ઘેરી અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી જેમાં મૃતક મમુ દાઢીના પુત્ર મકબુલ કાસમાણી એ નવ ઈસમો સામે નામ જોગ અને ચાર અજાણ્યા સામે ફરિયાદ નોંધાવતા મોરબી એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, એસઓજી પીઆઇ જે એમ આલ, એલસીબી પીઆઇ વી બી જાડેજા અને એ ડીવીઝન ની જુદી જુદી ટીમોએ આરોપીઓના સગડ મેળવવા તપાસ હાથ ધરી હતી જેમાં હત્યામાં વપરાયેલી સ્વીફ્ટ કાર ન. જીજે 36 એસી 7867ને વાંકાનેર તાલુકાના ખેરવા નજીકથી કબ્જે કરી હતી જેમાં તપાસ કરતા પીસ્ટલ અને એક ખાલી કાર્તિસ મળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે આ હત્યામાં મૃત્યુ પામનાર હનીફ કાસમાણી ઉર્ફે મમુ દાઢી પર પણ ભૂતકાળમાં હત્યા સહિતના ગુનાઓનો ઇતિહાસ છે તો બીજી બાજુ સામેના પક્ષે પણ જુદ જુદા જૂથના વ્યક્તિઓએ એકઠા થઇ આ મમુ દાઢીની હત્યાનો પ્રિ પ્લાન ઘડ્યો હતો કેમ કે એ લોકોને ખ્યાલ હતો કે જો હનીફ ઉર્ફે મમુ દાઢી બચી ગયો તો તેઓને બચવા કોઈ જ રસ્તો રહેશે નહીં જેથી તેનું મોત થાય એ જરૂરી હતું એ માટે બનાવ સ્થળની જગ્યા પણ આરોપીઓએ એ રીતની પસંદ કરી છે જેમાથી મમુ દાઢી બચીને ભાગી શકે નહીં ત્યારે આ હત્યા ચકચારી માનવામાં આવી રહી છે.
જેમાં આ પ્લાન કોના દ્વારા ઘડાયો હતો અને મુખ્ય આરોપીઓ ક્યાં છુપાયા છે વગેરે તપાસ મોરબી એસપી સુબોધ ઓડેદરા અને એલસીબી પીઆઇ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે તો બીજી બાજુ પાંચમો આરોપી રફીક માન્ડવીયા પણ પોલીસના હાથવેંતમાં હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે ત્યાંરે પોલીસે હાલ કડી થી કડી જોડવા અને તમામ રહસ્યો પરથી પડદો ઉચકવા રાત દિવસ એક કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.