અતુલ જોશી, મોરબીઃ મોરબીના (Morbi) હળવદમાં (halwad) રવિવારે રાત્રે મજાક-મસ્તીમાં થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પાંચ શખ્સોએ યુવાનની હત્યા (boy murder) કરી નાખી હતી. આ બનાવ અંગે મૃતકના ભાઈએ પાંચેય આરોપીઓ સામે હળવદ પોલીસ મથકે (police station) હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આથી, હળવદ પોલીસે પાંચેય આરોપીઓ સામે 302 કલમ હેઠળ ગુન્હો નોંધીને આ તમામને પકડી પાડ્યા છે.