અતુલ જોષી, મોરબી : જીલ્લામાં (Morbi Rainfall) પડી રહેલા સાર્વત્રિક અને ઉપરવાસમાં પડેલા વરસાદને (rainfall) કારણે તંત્ર એલર્ટ (alert in Morbi) મોડ પર આવી ગયું છે. જેમાં મોરબી વહીવટી તંત્રએ મોરબી અને માળિયા મીયાણાના 20થી વધુ ગામોને અલર્ટ આપ્યું છે. મોરબી તાલુકાના 11 ગામ અને માળિયા મી.તાલુકાના 09 ગામના ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ 4 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી યથાવત છે. વલસાડમાં સતત 3 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે. નવસારી અને ડાંગમાં 2 દિવસ રેડ એલર્ટ અને 2 દિવસ ઓરેન્જ એલર્ટ છે. સાથે જ સુરત, તાપી સહિતના જિલ્લામાં પણ અતિ ભારે વરસાદની પણ આગાહી છે. મધ્ય ગુજરાતમાં નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ મેઘરાજા તાંડવ મચાવશે.