અતુલ જોશી, મોરબી : મોરબી એલ.સી.બી. દ્વારા મોરબીમાં પંચાસર ચોકડી પાસે આવેલ વાડામાં ઇંગ્લીશ (Liquor caught in Morbi) દારૂની હેરાફેરી કરતા ચાર ઇસમોને ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- 432 કિમત.રૂ. 1.62 લાખ તથા પીકઅપ વાહન, કાર, 6 મોબાઇલ ફોન નંગ મળી કુલ રૂ. 10.47 લાખનો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.ત્યારે આગામી 31 ડીસેમ્બર ઉજવણી માટે દારૂની પાર્ટી પર અંકુશ આવે તે માટે પોલીસે કમર કસી છે. આ કામગીરીના ભાગરૂપે જ પોલીસે કટિંગ થઈ રહેલા દારૂ પર દરોડા પાડીને માલ ઝડપી પાડ્યો હતો. મોરબીના બૂટલેગરોની ક્રિસમસ બગડી હતી જ્યારે 31stમાં મામલ વેચવાના પ્લાન પર પાણી ફરી વળ્યું છે.
બનાવની વિગત એવી છે કે આજે તા. 25ના રોજ મોરબી એલ.સી.બી.ના સ્ટાફને ખાનગી રાહે હકિકત મળેલ કે ભગીરથસિંહ ભદ્રસિંહ ગોહીલ (રહે. શનાળા રોડ, ન્યુ હાઉસીંગ બોર્ડ, મોરબી) પોતાના મળતીયાઓ સાથે મળી પંચાસર ચોકડી પાસે, પંચાસર જવાના રસ્તા ઉપર આવેલ પોતાના વાડામાં બહારથી મહીંન્દ્રા પીકઅપ તથા અલ્ટો કાર જેવા વાહનમાં ગે.કા. રીતે અંગ્રેજી દારૂનો જથ્થો મંગાવેલ છે.
આ પીકઅપ વાહનનું પાયલોટીંગ મારૂતી અલ્ટો કાર નં. GJ-12-EE -2371થી કરાવી પીકઅપ વાહન તથા અલ્ટો કારમાંથી વાડામાં આવેલ ઓરડીમાં જથ્થો ઉતારે રહ્યો છે જેના આધારે એલ.સી.બી.ના અધિકારી તથા સ્ટાફએ તે જગ્યાએ રેઇડ કરતા મેકડોવેલ્સ નં.-1 સુપરીયર વ્હીસ્કીની 750 મીલીની બોટલો નંગ-432 કિ.રૂ. 1,62,000 તથા મહીન્દ્રા પીકઅપ ગાડી નં. GJ-12-BX-2053 કિ.રૂ. 6,00,000 તથા અલ્ટોકાર કિ.રૂ. 2,50,000 તથા અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-6 કિ.રૂ.35,000 મળી કુલ રૂ.10,47,000નો મુદામાલ પકડી પાડવામાં આવ્યો છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા,પીએસઆઇ એન બી ડાભી,પો.હેડ.કોન્સ.દિલીપભાઈ ચૌધરી,વિક્રમસિંહ બોરાંણા,ઈશ્વરભાઈ ક્લોતરા, ચંદુભાઈ કાણોતરા,સંજય મૈયડ,પૃથ્વીરાજસિંહ જાડેજા,નીરવભાઈ મકવાણા,ભગિરથસિંહ ઝાલા,દશરથસિંહ પરમાર, આશીફભાઈ ચાણકયા તેમજ પેરોલ ફર્લો સ્કોડના સહદેવસિંહ જાડેજા,બ્રિજેશ કાસુન્દ્રા,જયેશ ચાવડા વગેરે જોડાયા હતા.