અતુલ જોશી, મોરબીઃ જિલ્લામાં છેલ્લાં 3 દિવસથી 18થી 20 ઇંચ જેટલો વરસાદ (Heavy Rainfall) થયો છે. જેમાં મોરબીના (Morbi) માળિયા વિસ્તારમાં વરસાદનું વધુ જોર જોવા મળ્યું હતું. ત્યારે આવા 3 દવસથી ચાલી રહેલા ભારે વરસાદના કારણે મીઠા ઉદ્યોગમાં (Salt industry) લાખો રૂપિયાનું નુકસાન (Big Damage from rain) થવાની સાથે સાથે માળિયા તાલુકાનું નવલખી બંદર પણ તળાવ માં ફેરવાય ગયું હતું. જેના લીધે ત્યાં પડેલો હજારો ટન કોલસાનો (coal) જથ્થો પાણીના વહેણના કારણે દરિયામાં તણાઈ ગયો હતો.