અતુલ જોષી, મોરબી : મોરબી જીલ્લાના (morbi jilla) હળવદમા વેપારીએ (Halwad merchant) બેટરીના બાકી પૈસાની ઉઘરાણી કરતા ચાર વ્યક્તિઓએ વેપારી ઉપર તલવાર, છરી જેવા ઘાતકી હથીયાર વડે હુમલો (Fatal attack on merchant) કાર્યનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા મોરબી પોલીસ કાફલો હળવદ (morbi police team) ખાતે દોળી જઇ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
આ બનાવની જાણ થતા મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ,હળવદ ઈન્ચાર્જ પીઆઈ એ એ જાડેજા, માળિયા પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમા સહિતનો પોલીસ કાફલો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનો દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે આ પૈકીના ત્રણ આરોપીઓ હળવદ પોલીસના હાથવેતમાં હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.