અતુલ જોષી, મોરબી : મોરબીના (morbi news) લીલાપર રોડ પર (lilapar road) ગઈ કાલે મોડી રાત્રે એક યુવાનની છરીના ઘા ઝીંકી (knife attack) કરાયેલી હત્યા પ્રકરણમાં (murder case) પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં મૃતકની પત્ની સાથેના (love affair with wife) આડા સબંધમાં (extra marrital affair) અડચણરૂપ બનતા યુવાનનું તેના જ પિતરાઈ ભાઈએ કાસળ (brother murder case) કાઢી નાંખયાનું ખુલ્યું છે. પોલીસે આરોપી પિતરાઈ ભાઈને (Cousin murder) ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં રાત્રીના આશરે બાર વાગ્યાની આસપાસ લીલાપર રોડ પર આવેલા હોથીપીરની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં ઈમરાનશા ઉમરશા શાહમદાર ઉ.વ.25 વાળાને તેના જ કાકાના દીકરા સર્ફરાજ ફિરોઝશા શાહમદાર રહે.મકરાણી વાસ રોહિલા પીરની દરગાહ પાસે મોરબી વાળાએ અચાનક જ આવીને પેટના ભાગે છરીના ઘા ઝીકી દીધા હતા.