અતુલ જોશી, મોરબી : આજે મોરબી (Morbi) એપીએમસીની (APMC) સામાન્ય ચૂંટણી (Election) યોજાઈ રહી છે. સવારથી જ તમામ મતદારો મતદાન માટે આવી રહ્યા છે. જોકે, જિલ્લાના કૉંગ્રેસના (Congress) ધારાસભ્ય લલિત કગથરાની (Lalit Kagathara) હરકતોના કારણે વિવાદ થયો છે. ધારાસભ્ય લલતિ કગથરા કોરોના પોઝિટિવ છે અને તેઓ સામાન્ય સમયમાં અન્ય લોકોની વચ્ચે મતદાન કરવા આવી પહોંચતા હોબાળો મચ્યો છે.