

અતુલ જોષી, મોરબીઃ મોરબી જીલ્લામાં સતત મેઘમહેર (heavy Rain in Morbi) છેલ્લા ત્રણ દિવસથી ચાલુ છે. ત્યારે મોરબીના આમરણ પંથકમાં વરસાદના લીધે નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના લીધે જનજીવન પર અસર જોવા મળી હતી નદી અને નાળા ઓ બે કાંઠે થયા હતા. ફડસર ગામ નજીક કોઝવેમાં ફસાયેલા લોકોને NDRFની ટીમે રેસ્ક્યૂ (Rescue)કરી સલામત સ્થળે ખસેડ્યા હતા.


મળતી માહિતી પ્રમાણે આવા વાતાવરણમાં મોરબી તાલુકાના ફડસર ગામ નજીક આવેલા કોઝ વેમાં (Cause Way) અમુક લોકો ફસાયા હતા.


આ અંગેની જાણ થતાં મોરબી તાલુકા મામલતદાર ડી એ જાડેજા,તાલુકા પીએસઆઈ આર એ જાડેજા અને NDRFની ટીમને લઈને માહિતી વાળી જગ્યાએ પહોંચી અને રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.


જેમાં મોડી રાત્રીના શરૂ કરેલા આ રેસ્ક્યૂમાં મામલતદાર અને પોલીસ તેમજ NDRFની ટીમોએ કોઝમાં ફસાયેલા છ વ્યક્તિઓને રેસ્ક્યૂ કરી હેમખેમ બહાર કાઢ્યા હતા અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.


આ સાથે જ મોરબીમાં લોકોને છેવડાના વિસ્તરોમાં કામ સિવાયન જવા પણ તંત્રએ સુચના આપી છે તો બીજી બાજુ હળવદ ની બ્રાહ્મણી નદીમાં પણ ભારે વરસાદના કારણે પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે જેના લીધે નદી બે કાંઠે થઈ છે.