મોરબી: રાજ્યમાં દરરોજ અનેક રોડ અકસ્માત (Gujarat road accident) થાય છે. બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ, ખરાબ રસ્તાઓ કે પછી ખોટી ઉતાવળને કારણે અકસ્માતો થતા હોય છે. મોરબી જિલ્લા (Morbi district accident)માં આજે થયેલા એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ચાલકનું કારમાં જ મૃત્યું નિપજ્યું હતું. હકીકતમાં કાર ટ્રકની પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી.