અતુલ જોશી, મોરબીઃ મોરબીમાં (morbi news) સમી સાંજે લાતી પ્લોટના જોન્સનગર વિસ્તારમાં ઈરાન હાજીભાઈ ખોડ પર અજાણ્યા ઈસમોએ હુમલો કરતાં ઈરાન હાજી ખોડને ગળાના ભાગે છરી લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જેના ઇજાગ્રસ્ત યુવાન ઈરાન હાજીભાઈ ખોડને સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્યું હતું જેમાં બનાવ હત્યામાં પલટાયો હતો.
અને બનાવની તપાસ કરતા પ્રથમ બાઈક અથડાવવા બાબતે માથાકૂટ થતા મામલો બીચકતા બે યુવાનોએ ઈરાન પર હુમલો કરી દીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જો કે મોરબી પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરી અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી ઘટના સ્થળના વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
આ ઉપરાંત રાજકોટ શહેરમાં (Rajkot city) વધુ એક વખત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં પુત્રીનુ પ્રેમી દ્વારા બીજી વખત અપહરણ (kidnapping) કરવામાં આવે તે પહેલાં ભૂવા પાસે દાણા નંખાવી હત્યાનું કાવતરું રચ્યું હતું. ત્યારે કાવતરું રચ્યા બાદ ભૂવા સાથે મળી પુત્રીના પ્રેમીને રહેંસી (daughter boyfriend) નાખ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હત્યા કરનારા પિતા એન ભૂવાને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.