અતુલ જોશી, મોરબીઃ મોરબી જિલ્લાના (morbi news) વાંકાનેરમાં આવેલી પેપરમીલમાં (Big fire in papermill) ભીષણ આગની ઘટના સામે આવી હતી. અહીં શુક્રવારે સાંજના સમયે કોઈ કારણસર આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના સ્વરૂપ જોઈને આજુ બાજુના ફાયર ફાયટરોને (fire fighter) ઘટના સ્થળે બોલાવી લેવાયા હતા. મેજર કોલ (Major call) જાહેર કરીને ફાયરે આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી શરુ કરી દીધી હતી. આગમાં કોઈ જાનહાની થઈ નથી.