Home » photogallery » kutchh-saurastra » મોરબી: બુટલેગરની નવી યુક્તિ, બિસ્કિટના બોક્સમાંથી 8.15 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બેની ધરપકડ

મોરબી: બુટલેગરની નવી યુક્તિ, બિસ્કિટના બોક્સમાંથી 8.15 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બેની ધરપકડ

પ્રથમ બિસ્કિટના માલનું બિલ ડ્રાઇવર દ્વારા બતાવવામાં આવ્યું હતું પરંતુ બાદમાં મેટાડોર ચેક કરતાં તેમાંથી વિદેશી દારૂ હોવાનું બહાર આવ્યું હતું જેની ઊંડાણપૂર્વક તપાસ કરતા વિદેશી દારૂના એપિસોડ અને રોયલ ચેલેન્જ સહિતની જુદી જુદી બ્રાન્ડની ૧૮૯ પેટી વિદેશી દારૂ મેટાડોરમાંથી મળી

  • 15

    મોરબી: બુટલેગરની નવી યુક્તિ, બિસ્કિટના બોક્સમાંથી 8.15 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બેની ધરપકડ

    અતુલ જોશી, મોરબી: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા, રાજ્યમાં રોજ દરરોજ દારૂ ઝડપાયાના સમાચાર સામે આવતા હોય છે. દારૂ મામલે કડક કાયદો બનાવ્યા બાદ પણ બુટલેગરો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. કેટલાક બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવના અને હેરાફેરી કરવા માટે જાત જાતના કીમિયા અપનાવતા હોય છે. પરંતુ, પોલીસ પણ આવા બુટલેગરોના ઈરાદા નિષ્ફળ બનાવી દારૂનો માલ ક્યારેક ક્યારેક ઝડપી પાડે છે. આવી જ એક ઘટના મોરબીથી સામે આવી છે, જેમાં બુટલેગરે દારૂની હેરાફેરી કરવા અને પોલીસની બચવા એક નવો જ આઈડીયા અપનાવ્યો પરંતુ પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.

    MORE
    GALLERIES

  • 25

    મોરબી: બુટલેગરની નવી યુક્તિ, બિસ્કિટના બોક્સમાંથી 8.15 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બેની ધરપકડ

    મોરબી માળીયા પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે આજે ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા મોડી રાત્રીના હળવદના શક્તિનગર નજીક મેટાડોર નમ્બર UP 14 GT 1981ને રોકી અને તલાશી લીધી હતી, જેમાં પ્રથમ બિસ્કિટના માલનું બિલ ડ્રાઇવર દ્વારા બતાવવામાં આવ્યું હતું પરંતુ બાદમાં મેટાડોર ચેક કરતાં તેમાંથી વિદેશી દારૂ હોવાનું બહાર આવ્યું હતું જેની ઊંડાણપૂર્વક તપાસ કરતા વિદેશી દારૂના એપિસોડ અને રોયલ ચેલેન્જ સહિતની જુદી જુદી બ્રાન્ડની ૧૮૯ પેટી વિદેશી દારૂ મેટાડોરમાંથી મળી આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 35

    મોરબી: બુટલેગરની નવી યુક્તિ, બિસ્કિટના બોક્સમાંથી 8.15 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બેની ધરપકડ

    પોલીસે માલ કબજે લઈ તેની ગણતરી કરતા કુલ મળી ૨૨૬૭ નંગ વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા૮.૧૫૦૦૦/- અને મેટાડોર કિંમત રૂપિયા ૩,૧૬,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧૧,૩૧,૦૦૦/-ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને મેટાડોર ચાલક કિરણજીતકુમાર મહેરા રહે બિહાર અને ક્લીનર જ્ઞાનચંદ લક્ષમણદાસ પંચાલ રહે હરિયાણાની ધરપકડ કરી હતી. બાદમાં સ્ટેટ વિજિલન્સના પોલીસકર્મી મહેન્દ્રસિંહ દ્વારા હળવદ પોલીસમથકે ફરીયાદ નોંધાવી અને મેટાડોર ચાલક સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. જોકે મોરબીની ચૂંટણી સમયે જ આ રીતે ખુલ્લે આમ દારૂ લઈ અવવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આ દારૂનો જથ્થો કોના દ્વારા મોકલાયો હતો, અને ક્યાં લઈ જવામાં આવતો હતો તેની આગળની વધુ તપાસ હળવદ પોલીસે હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 45

    મોરબી: બુટલેગરની નવી યુક્તિ, બિસ્કિટના બોક્સમાંથી 8.15 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બેની ધરપકડ

    ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે (Bootleggers) દારૂ માફિયાઓ અલગ અલગ તરકીબ (New Techniques of Bootlegging) લાવી રાજયમાં દારૂ ઘુસાડે છે અને જેમાં ખાસ કરી ને રાજસ્થાન,હરિયાણા અને પંજાબ માંથી મોટા પ્રમાણમાં દારૂ ગુજરાત માં લાવવામાં આવે છે. ગઈકાલે સોમવારે અમદાવાદની સોલા પોલીસે ફરી વાર દારૂ ભરેલી ટ્રક સાથે કુલ 4 લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસે થી 19 લાખ 80 હજારના દારૂ સાથે 30 લાખ થી વધુનો મુદ્દમાલ કબ્જે કરેલ છે.

    MORE
    GALLERIES

  • 55

    મોરબી: બુટલેગરની નવી યુક્તિ, બિસ્કિટના બોક્સમાંથી 8.15 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બેની ધરપકડ

    આરોપી બરકત ખાન સિંધી,તાહર ખાન સિંધી,ફોટા ખાન સિંધી અને લક્ષમણ સિંહ રાજપૂત નામના આરોપીઓ ટ્રકમાં દારૂ લઈ ને આવ્યા હતા. આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે અને ટ્રક માં દારૂની સાથે સફરજન લઈ ને આવ્યા હતા અને પોલીસ ને શંકા ના જાય તે માટે આગળના ભાગે સફરજન રાખી પાછળ દારૂની પેટીઓ રાખી હતી અને સફરજનની આડમાં દારુ લઈને આવી રહ્યાં હતાં.

    MORE
    GALLERIES