

અતુલ જોશી, મોરબી : હળવદના ધનાળા (Halvad) ગામના પાટિયા (Dhanala Patiya)પાસે આજે રાત્રીના આશરે 12.30 વાગ્યાની આસપાસ કચ્છમાં (Kutch) જતા ગઢવી પરિવારને ગોઝારા અકસ્માત નડ્યો હતો જેમાં એક જ પરીવારના ત્રણ સ્વજનો મોતને ભેટયા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થતા 4સારવારમાં (Ambulance Accident) ખસેડવામાં આવ્યા છે. જે એમ્બ્યુલન્સ દર્દીના જીવનને બચાવવા માટે હોય છે તેને જ અકસ્માત નડી જતા એમ્બ્યુલન્સ મોતનું કારણ બની જતા માતમ છવાયો છે.


બનાવની વિગત એવી છે કે મોરબી જિલ્લાના હળવદના ધનાળા ગામના પાટીયા પાસે મોડી રાત્રીના 12.30 વાગ્યાની આસપાસ ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમા એકજ પરીવારના ત્રણ સ્વજનોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. જેમાં આ પરિવાર માંડવીના લયજા ગામના ગઢવી પરીવારના સભ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.


આ પરિવાર અમદાવાદ હોસ્પિટલે સારવારમાં રહેલા દર્દીની તબિયત સુધરતા અમદાવાદ હોસ્પિટલેથી રજા લઇને ખાનગી એમ્બ્યુલન્સમા પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા ત્યાં હળવદના ધનાળા ગામના પાટીયા પાસે પહોચતા ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ગાડી પલ્ટી ખાઇ ગઇ હતી.અને અકસ્માત સર્જાયો હતો.


આ ગોઝારા અકસ્માતમા ગઢવી પરીવારના એકજ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. જેમાં રામભાઇ નારાયણભાઇ ગઢવી ઉ 35 .રહે.લયજા તાં.માંડવી જી.કચ્છ, ડ્રાઇવર પિન્ટુભાઇ કાનજીભાઇ ઉ 27 ઇજાગ્રસ્ત થતા વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા છે.