કરુણ ઘટના! ટંકારા: નવ વર્ષની બાળકી ઉપર ઓવરબ્રિજની બાઉન્ડ્રીવોલ પડતા કમકમમાટી ભર્યું મોત, પરિવારમાં શોકનો માહોલ
નવ વર્ષની લક્ષ્મી ઓવરબ્રિજની બાઉન્ડ્રી વોલ પાસે રમતા રમતા પહોંચી ગઈ હતી. ત્યારે દિવાલ બનાવવાનુ પાપડું માસુમ બાળકી પર પડતા ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.


અતુલ જોશી, મોરબીઃ મોરબીના ટંકારા રાજકોટ હાઈવે (tankara rajkot highway) ઉપર લક્ષ્મી ઓવરબ્રિજની બાઉન્ડી વોલનો (Boundary Wall of Overbridge) એક ભાગ પડ્યો હતો. જેના નીચે દબાઈ જતાં નવ વર્ષની બાળકીનું (9 year old girl death) કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ ને પગલે રોડ ઉપર થી પસાર થતા રાહદારીઓ અને પરિવારજનો એકઠા થયા હતા અને તાત્કાલિક સારવાર માટે ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી પરંતુ હાજર ડોક્ટરે (Doctor) બાળકીને મૃત જાહેર કરી હતી.


મળતી માહિતી પ્રમાણે ટંકારા રાજકોટ મોરબી રોડને ચાર માર્ગીય બનાવવાની યોજના તત્કાલીન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી બન્યા અને મોરબી જિલ્લામાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી 375 કરોડના ખર્ચે આ રોડની જાહેરાત કરી હતી જે કામ ચાલુ થઈ ગયાને ત્રણ વર્ષનો લાંબો સમય વિતી ગયો હોવા છતાં હજી આ કામ પુરૂ થવાનું નામ નથી લેતું.


અને છાશવારે નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે આજે રવિવારે સવારે રોડની બાજુમાં રહેતા રમેશભાઈ ટોળીયા ભરવાડની નવ વર્ષની લક્ષ્મી ઓવરબ્રિજની બાઉન્ડ્રી વોલ પાસે રમતા રમતા પહોંચી ગઈ હતી. ત્યારે દિવાલ બનાવવાનુ પાપડું માસુમ બાળકી પર પડતા ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.


બનાવને પગલે રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ અને પરીવારજનો એકઠા થયા હતા અને તાત્કાલિક સારવાર માટે ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. પરંતુ હાજર ડોક્ટરે બાળકી ને મુત જાહેર કરી હતી.


ધટના બાદ કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર ભારો ભાર રોષ ફેલાયો છે. અને કોઈ આ કામકરનારને કહેવા વાળુ છે કે શુ? સ્પીડ બ્રેકરની સુચના વગરના બમ્પર અકસ્માતને આમંત્રિત કરે એવી પતરાની આડશો ધણધડા વગરનો ડાયવરજન સહિત અનેક સમસ્યાઓથી રાહદારી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.