આ બનાવની જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર મોરબીના વજેપર શેરી નં. 11માં રહેતા અને મજૂરીકામ કરી પોતાનું ગુજરાત ચલાવતો લાલજી જગદીશ પરમાર નામનો 18 વર્ષીય યુવાન આજે સવારે કોઈ પણ કારણસર ઘરેથી ચાલ્યો ગયો હતો.જે શહેરની સદભાવના હોસ્પિટલ પાસે આવેલ બોયઝ હાઈસ્કૂલ નજીક પહોંચ્યા બાદ તેણે છેલ્લે પોતાના મામાને ફોન કરીને હું સળગીને આત્મહત્યા કરું છું તે અંગે કોલ કર્યો હતો.