

કચ્છ, મેહુલ સોલંકી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે મનકી બાતના કાર્યક્રમના માધ્યમથી સંબોધન કરતા સરહદી ક્ચ્છ જિલ્લાને યાદ કર્યું હતું. કચ્છનાં લખપત તાલુકામ આવેલા ગુરુદ્વારાને યાદ કરતા PM મોદીએ જણાવ્યું કે, ગુરુનાનક સાહેબની મેં લખપતમાં સેવા કરી છે, ભૂકંપમાં નુકશાની થયા બાદ મારા હસ્તે ગુરુદ્વારનું જીનોદ્ધાર થયો જેનો હું ગર્વ લઉ છું.


દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૭૧મી વખત મન કી બાતનું સંબોધન કર્યુ હતુ. જેમાં તેઓએ આવતીકાલથી શરૂ થઈ રહેલા ગુરૂનાનક જન્મજયંતિની વાત કરતા કચ્છને યાદ કર્યુ હતુ. નરેન્દ્રભાઈ બોલે અને કચ્છને યાદ ન કરે તેવુ ભાગ્યે જ બને. તેઓએ ગુરૂ નાનકજીને યાદ કરતા કહ્યુ હતુ કે, કચ્છના લખપતમાં પણ એક ગુરૂદ્વારા છે. ગુરૂનાનકજી અહીં રોકાયા હતા.


ર૦૦૧ના ભુકંપમાં આ ગુરૂદ્વારાને મોટુ નુકસાન થયું હતું, ગુરૂસાહેબની જ કૃપા હતી કે, તે જર્જરીત ગુરૂદ્વારાના સમારકામની ભૂમિકા મારા પર આવી, જેથી મને ગુરૂસાહેબના આર્શીવાદ મળ્યા હતા, અમારી ટીમ દ્વારા તે વખતે કરવામા આવેલી ગુરૂદ્વારાની મરમંતને યુનેસ્કોનો એવોર્ડ પણ મળ્યો હતો.


ગુરૂદ્વારાના પુનનિર્માણમાં શીખ સમુદાયનો મોટો ફાળો રહેલો છે, અને શીખ સમુદાયના માર્ગદર્શનથી જ આ પુનઃ નિર્માણ કરવામા આવ્યુ હતુ. મોદીએ કહ્યુ હતુ કે, હુ સીએમ ન હોતો ત્યારે પણ લખપત ગુરૂદ્વારા જવાની મને તક મળી હતી, અને અહી જઈને ધન્યતા અનુભવી હતી. ગુરૂસાહેબે મારાથી નિરંતર સેવા લીધી છે. મોદીજીએ આ તબક્કે સૌને ગુરુનાનક જયંતિની શુભકામના પાઠવી હતી.


કચ્છ જિલ્લાના લખપતના ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક દેવજી મહારાજના 550 પ્રકાશવર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. શીખ ધર્મના ધર્મગુરુ નાનકદેવજી મહારાજના ૫૫૦ વર્ષની જન્મજયંતિની ઉજવણી 'પ્રકાશપર્વ' તરીકે દેશભરમાં ઉત્સાહપૂર્વક થઈ રહી છે. કચ્છ સરહદ પર પણ લખપત કિલ્લા મધ્યે પણ આ પ્રસંગે ત્રિ દિવસીય ધાર્મિક મહોત્સવ યોજાયો. તારીખ - ૨૩-૨૪-૨૫ ડિસેમ્બર દરમ્યાન અહીં અખંડ પાઠ, કીર્તન ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો થયા હતા.


પ્રથમ ગુરુનો પ્રથમ પ્રસાદ એટલે કે ગુરુનાનકજી સાથે જોડાયેલું ગુરુદ્વારા, જેને પ્રથમ પાતશાહી ગુરુદ્વારા કહેવામાં આવે છે. ગુરુ નાનકજી ઉદાશી એટલ કે ધાર્મિક પ્રસાર યાત્રા દરમિયાન લખપત આવ્યા હતા અને કેટલોક સમય અહીં વીતાવ્યો હતો. તેમની બીજી ઉદાશી ઇસવીસન ૧૫૦૬થી ૧૫૧૩ અને ચોથી ઉદાશી ૧૫૧૯ થી ૧૫૨૧ દરમિયાન તેઓ અહીં આવ્યા હતા. તેઓ લખપત બંદરેથી મક્કા ગયા હતા. આ પાતશાહી ગુરુદ્વારામાં તેમની ચાખડી, શણગારેલો હિંચકો સહિતની વસ્તુ દર્શાનાર્થે રાખવામાં આવી હતી..લખપતના ગુરુદ્વારા માં ગુરુ નાનકદેવજીની પવિત્ર ચરણ પાદુકા છે. આ ઉપરાંત અહીં જુના સમયના હસ્તલિખિત ગ્રંથ પણ છે. લખપત સાહિબ ગુરુદ્વારાનું મહત્વ શીખ સમાજ દ્યણું જ છે. યુનેસ્કો હેરીટેજમાં સ્થાન પામેલા 506 વર્ષ જુના આ ધાર્મિક સ્થળ ની ગુજરાત ટુરિઝમ દ્વારા જાહેરાતમાં ગુરુદ્વારા વિશે પણ જાણકારી અપાય તેવી લાગણી શ્રધ્ધાળુ ઓ વ્યકત કરી હતી. માતાના મઢ અને ખાસ કરીને નારાયણસરોવર, કોટેશ્વરથી તદ્દન નજીક આવેલ લખપત એ ઐતિહાસિક સ્થળ છે. અહીં કચ્છના ઇસ ૧૮૧૯ ના ભૂકંપની યાદો હજીયે જીવંત છે.