મેહુલ સોલંકી, કચ્છ : દેશમાં ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર થઇ રહ્યો છે. આ દરમિયાન લોકો ચાઇનીઝ લાઇટ ન વાપરીને ઘરને દીવાથી સજાવે તેનોપણ એક વિચાર પ્રજવલિત થઇ રહ્યો છે. ચાઈનીઝ દીવાડાના બહિષ્કાર સાથે કચ્છમાં 75,000 ગોબરના દીવડા વેચાય છે. આ સાથે હવે દરરોજ 1500થી 2000 દીવડાની માંગ આવી રહી છે. આ ઉપરાંત સ્થાનિક લોકોને આ સંબંધિત રોજગારી પણ મળી રહી છે. તો આજે આપણે ભુજનાં એક ગામની વાત કરીશું.
તેમણે વધુમાં ઉમેર્યું કે, કામધેનુ દિવાળીનો પ્રયોગ કરાયો છે જેને લઈને ખુબ લોકજાગૃતિ થઇ છે. ગાયના ગોબરના દીવડાની ખૂબ મોટી ડિમાન્ડ આવી હતી. અત્યાર સુધી રામકૃષ્ણ ટ્રસ્ટ્માં 25,000 દીવડાનું નિર્માણ કરી વેચાણ કરી દેવાયું છે. હજુ દરરોજ 1500-2000 દીવાડાના ઓર્ડર આવે છે. અંજારમાં મેઘજીભાઈ હિરાણીએ પણ 50,000 દીવડા નિર્માણ કરીને વેચી નાખ્યા છે. રામકૃષ્ણ ટ્રસ્ટના ગોબર દીવડા પાછળનો હેતુ જોઈએ તો,ચાઈનીઝ ફટાકડામાં ધુમાડો કરવાની જગ્યાએ ગોબરનો દીવડો પ્રજવલ્લિત કરીને ઘી નાખીને તેનો ધુમાડો વાતાવરણ શુદ્ધ કરવાનો હેતુ રહેલો છે.