

કચ્છઃ અત્યારે સમગ્ર ગુજરાતમાં (Gujarat) વરસાદી સિસ્ટમ સક્રિય (Rain System) થઈ છે. અને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ (rainfalls) પડી રહ્યો છે. ત્યારે કચ્છમાં પણ વરસાદની ધમાકેદાર ઈનિંગ ચાલું છે. કચ્છના (Kutch) મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે અબડાસાના નરેડીમાં આકાશી વીજળી પડતા (Lightning strikes) યુવકનું મોત થયાના સમાચાર છે. ભારે વરસાદના પગલે નખત્રાણા ભુજ હાઈવે બંધ કરાયો છે. છેલ્લા દોઢ કલાકથી રાજ્ય ધોરી માર્ગ બંધ કરાયો છે.


અબડાસા તાલુકાના નરેડીમાં વીજળી પડાત યુવકનું મોત: મળતી માહિતી પ્રમાણે અબડાસા તાલુકામાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો હતો. સાથે સાથે તાલુકાના નરેડીમાં વીજળી પડી હતી. જેના પગલે 35 વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત નીજ્યું હતું. ઘરની બહાર યુવક જ્યારે ફોન ઉપર વાત કરતો હતો ત્યારે વીજળી પડી હતી. જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.


સૌથી વધુ નખત્રાણામાં સાડા ચાર ઇંચ વરસાદ: આજે પડી રહેલા ધોધમાર વરસાદ પડતા નખત્રાણામાં પાણી જ પાણી થઈ ગયું હતું. ભારે વરસાદના પગલે નખત્રાણાનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો. જ્યારે નખત્રાણાની બજારોમાં નદીઓ વહી રહી છે. સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા દરમિયાન કચ્છ જિલ્લામાં સૌથી વધારે સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. નખત્રાણા બસ સ્ટેશન વિસ્તાર બેટમાં ફેરવાયો હતો.


અબડાસાના સણોસરાનો કંકાવટી-2 નામનો ડેમ ઓવરફ્લો: ભારે વરસાદના પગલે કચ્છના અબડાસાના સણોસરાનો કંકાવટી-2 નામનો ડેમ ઓવરફ્લો થયો હતો. ગામની બાજુમાંથી પસાર થતી નદીમાં ઘોડાપૂર આવતા સણોસરા વાસીઓના જીવ તાળવે ચોટ્યાં હતા.


અંજરના ભુવડમાં વરસાદી પાણીએ કર્યો શિવલિંગનો જળાભિષેક: અંજરના ભારે વરસાડના પગલે ભુવડમાં શિવ મંદિરમાં પાણી ભરાયું હતું. ભુવડામાં શિવ મંદિરમાં પાણી આવતા શિવલિંગ જળમગ્ન થયું હતું. અંજારમાં ચાર ઈંચ વરસાદથી ભુવડનું પાતાલેશ્વર મંદિર પાણીમાં ગરકાર થયું હતું.


માંડવીના લાયજાની ખરોઇ નદીમાં વીજ પોલ થયા ધરાશાયી: ભારે વરસાદના પગલે માંડવીના લાયજાની ખરોઈ નદીમાં વીજ પોલ ધરાશાયી થયો હતો. ભાડા-નાના લાયજા વચ્ચે નદીમાં વીજ પોલ ધરાશાયી થયો હતો. કચ્છમાં ભારે વરસાદના કારણે આજે એક ટેન્કર તણાયું હોવાના પણ સમાચાર મળી રહ્યા છે.


જિલ્લાના સવારે 6થી સાંજે 6 સુધીના વરસાદના આંકડા: અંજાર 91 mm, નખત્રાણા 110 mm, ભુજ 68 mm, માંડવી 86 mm, સૌથી વધુ નખત્રાણામાં સાડા ચાર ઇંચ વરસાદ.


મુન્દ્રાની GIDCમાં પાણી ભરાતા લોકો લાકડાની પ્લાયની બોટ બનાવી પસાર થાય છે: સતત વરસી રહેલા વરસાદના કારણે મુન્દ્રાની GIDCમાં ભારે પાણી ભરાતા લોકો લાકડાની પ્લાયની બોટ બનાવી પસાર થઈ રહ્યા છે. વિસ્તારના ગોલ્ડન પાર્કમાં પાણીના પ્રવાહમાં કન્ટેનર તણાયો હતો. જીઆઈડીસીમાં ભારે પાણી ભરાતા બોટ બનાવી લોકો તરતા નજરે ચડ્યા હતા.