કચ્છ : કચ્છના ભચાઉનમાં (Bhachau Kutch) આજે ધોળે દિવસે લૂંટની એક ઘટના સામે આવી છે. નવરાત્રિના પર્વની વચ્ચે કોરોના કાળમાં જ્યારે તહેવારો પણ ઝાંખા છે તેવામાં દિનદહાડે મહિલા સાથે (Gold loot with woman) લૂંટની ઘટના બની છે. ભચાઉના રામવાડી વિસ્તારમાં ભદ્ર સમાજના એક મહિલાને ઠગ લોકોએ લૂંટી લેતા હાહાકાર મચી ગયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે પરંતુ ત્યાં સુધીમાં ઠગ લૂંટ ચલાવી રફૂચક્કર થઈ ગયા હતા.
પ્રાપ્ત અહેવાલો મુજબ ભચાઉનો રામવાડી વિસ્તાર અસુરક્ષિત બન્યો છે કારણ કે અહીંયા નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે 21મી સદીમાં પણ CCTV કેમેરા કામ નથી કરી રહ્યા અને વિકાસ ધૂળ ખાતે નજરે પડે છે. સીસીટી બંધ હોવાના કારણે લૂંટારુંને શોધવામાં પડકાર પડશે. દરમિયાન આ જ જગ્યાએ દોઢ વર્ષ પહેલાં પણ લૂંટની ઘટના બની હતી.