જૂનાગઢ : રાજ્યમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મેઘમહેર થઈ છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ- પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. દરમિયાન ગીરસોમનાથની સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. વહેલી સવારથી માધવરાયને જાણે નદીનો જળાભિષેક થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી (દિનેશ સોલંકી, ગીર સોમનાથ)
માળીયા હાટીનાનો વૃજમી ડેમ ઓવરફલો થયો હતો. માળીયા હાટીના વિસ્તારનો જીવાદોરી સમાન વૃજમી ડેમ ઓવરફલો બે દરવાજા અર્ધો ફુટ ખોલાયા હતા.દુધાળા ગિર. વાંદરવડ.. કડાયા.. વીશણવેલ.. ધણેજ. જંગર. ગડુ ખોરસા સહીતના ગામોને એલર્ટ કરાયા હતા..મોટી સંખ્યામાં લોકો ડેમ પર પહોંચ્યા. સોશ્યલ ડિસ્ટન્સ નો અભાવ. માસ્ક વગર ના લોકો નજરે પડ્યા હતા. (અતુલ વ્યાસ જૂનાગઢ)