અતુલ વ્યાસ, જૂનાગઢ : જૂનાગઢ સક્કર બાગ ઝૂ (Junagadh Sakkar Baug Zoo ) હાલ સિંહ બાળની (Lion Cubs) ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યું છે. ચાલુ સાલે જૂન મહિના સુધીમાં 14 જેટલા સિંહ બાળનો જન્મ થયો છે અને હાલ તમામ સુરક્ષિત હોય સક્કર બાગ ઝૂના અધિકારીઓ પણ સતત દેખરેખ કરી રહ્યા છે, જેને લઇ તમામ નવા જન્મેલ સિંહ બાળ ઝૂમાં મોટા થઇ રહ્યા છે. જૂનાગઢ સક્કર બાગ ઝૂમાં હાલ 74 જેટલા સિંહો છે. જેમાં 24 નર 35 માદા અને 12 સિંહ બાળ છે. જૂનાગઢ સક્કર બાગ ઝૂમાં છેલ્લા પાંચ વર્ષમાં 50 જેટલા નવા સિંહ બાળનો જન્મ થયો છે જે એક ઝૂ માટે ગૌરવની વાત છે. સક્કર બાગ ઝૂ દેશનું એક માત્ર બ્રિડીંગ સેન્ટર છે જ્યાં એશિયાટિક સિંહોનું બ્રિડીંગ (Asiatic Lion Breeding Center) કરવામાં આવે છે
જૂનાગઢના આ ઝૂમાં ગત વર્ષે રેકોર્ડબ્રેક 24 સિંહ બાળનો જન્મ થયો હતો ચાલુ સાલે 14 સિંહ બાળ જન્મ લઇ ચૂક્યા છે, અને વર્ષના અંતે આંકડો વધે તેવીં શક્યતા છે. ઝૂ ના વેટરનરી ડોક્ટર દ્વારા ગર્ભવતી સિંહણોનું સતત મોનિટરીંગ કરવામાં આવે છે. સાથે સિંહણ પણ પોતાની રીતે એકલી પડી જાય છે જે ધ્યાને આવતા ઝૂ દ્વારા તેને આઈશોલેશન કરી દેવામાં આવે છે અને તેના ખોરાક અને દવા નું પુરતું ધ્યાન રાખવામાં આવે છે જેને લઇ તે સરળતા થી બચ્ચાને જન્મ આપી શકે છે.
એશિયાટિક સિંહોનું એક માત્ર બ્રીડીંગ સેન્ટર જુનાગઢનું સક્કર બાગ ઝૂ છે. અહીથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ 80 જેટલા સિંહોને દેશ વિદેશના ઝૂમાં આપવામાં આવ્યા છે અને ત્યાંથી બીજા પશુ પક્ષી અહી લાવવામાં આવ્યા છે. અહી જે જીન પુલ છે તેમાં બીજા પ્રાણીઓ માટે પણ બ્રિડિંગ પ્રોગ્રામ ચાલે છે અહી જન્મ લેનાર સિંહની જંગલમાં છોડવામાં આવતા નથી માટે અહીની ડીસપ્લે કે બીજા ઝૂમાં સિંહો મોકલવામાં આવે છે.
અહીંયા સિંહોની સંખ્યા ખૂબ વધે તેવા પ્રયાસો સક્કર બાગ ઝૂ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. પુરા દેશમાં એક માત્ર સિંહોનું બ્રિડિંગ સેન્ટર જૂનાગઢ સક્કર બાગ ઝૂ છે અને અહી સિંહોની વસ્તી વધે તે માટે સતત પ્રય્તન કરતા હાલ સિંહ બાળના જન્મનું પ્રમાણ વધ્યું છે. જે આવતા દિવસોમાં એશિયાટિક લાઈનની વસ્તીમાં મોટો ભાગ ભજવશે.
અહીંયા બ્રિડિંગ સેન્ટરમાં છેલા પાંચ વર્ષ માં જન્મેલ સિંહ બાળની ચર્ચા કરવામાં આવે તો વર્ષ 2017માં 2, વર્ષ 2018માં 5, વર્ષ 2019માં 5, વર્ષ 2020માં 24, વર્ષ 2021માં જૂન સુધી 14 વર્ષના અંતે આંકડો વધશે. આ ઝૂમાં વર્ષ 1978થી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ છે અને એક ઝૂમાંથી બીજા ઝૂમાં એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ છે.