

અતુલ વ્યાસ, જૂનાગઢ : દારૂની (Liquor) લત એટલી હદે વિકૃત બની ગઈ કે યુવકે દારૂની લતમાં જીવ ખોવાનો (Death) વારો આવ્યો. જોકે, જીવ દારૂ પીવાથી નહીં પરંતુ દારૂ પીધા પછી થયેલી માથાકૂટમાં (Fight) ગયો. યુવકના મોતના જવાબદાર એ લોકો છે જેની પાસે તે દારૂ પીવા માટે ગયો હતો. સાંભળવામાં વિચિત્ર લાગતી આ ઘટના હકિતતમાં જૂનાગઢ (Junagadh) જિલ્લાના ચોરવાડના (Chorwad) ગડુ ગામે ઘટી જતા ચકચાર મચી છે.


બનાવની વિગત એવી છે કે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં નરેશ ચૌહાણે રાજેશ દેવીપૂજક, રંજન રાજેશ દેવીપૂજક, ઝમીર રાજેશ દેવીપૂજક અને અમીત રાજેશ દેવીપૂજક સામે પોતાના ભાઈની હત્યા નીપજાવવાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગતો એવી છે કે રાજેશ દેવીપૂજકના ઘરે ફરિયાદીનો ભાઈ અતુલ ચૌહાણ દારૂ પાર્ટી કરવા માટે ગયો હતો.


દરમિયાન દારૂના નશામાં છાકટા બનેલા શખ્સો વચ્ચે માથાકૂટ થઈ હશે જેના કારણે દેવીપૂજક પરિવારે અતુલને તાપણમાં ફેંકી દીધો હતો,. તેનું મોઢું પકડી અને તાપણામાં નાખી દેતા તે ભડભડ બળતી આગમાં ગમખ્વાર ઇજાઓ પામ્યો હતો.


દરમિયાન ઇજાગ્રસ્ત અતુલને આગની જ્વાળાઓએ એટલું નુકશાન પહોંચાડ્યું હતું કે તેના શરીરને મલમ મળે તે પહેલાં જ તેનું પ્રાણનું પંખેરૂં ઉડી ગયું હતું. આ મામલે મૃતકના ભાઈએ દેવીપૂજક પરિવાર સામે હત્યા નીપજાવવાની ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ મામલે આઈપીસીની કલમ 302 અને 34 અંતર્ગત ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.