

અતુલ વ્યાસ, જૂનાગઢ : જૂનાગઢમાં આવેલા ખાનગી બેંક Equitas Bankના (equitas Bank Manager) મેનેજરે તેના સ્ટાફ સાથે મળીને એક સનસનીખેજ છેતરપિંડી આચરી છે. આ છેતરપિંડી એવી છે જે જાણીને ભલભલા ચક્કર ખાઈ જાય. અહીંયા બેંકના મેનેજરે ખુદે જ લોકરમાંથી રૂપિયા 1.30 કરોડની (Cash of 1.30 crores changed) અસલી નોટ કાઢી અને નકલી નોટો મૂકી દીધી હોવાની ચર્ચા સામે આવી છે. જોકે, આ છેતરપિંડીના આરોપમાં તેની સાથે બેંકના ચાર કર્મચારીઓ પણ શામેલ હોવાની વાત સામે આઈવી છે.


બેંકના રિજનલ મેનેજરે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે બેંકના મેનેજર સુનિલ ઘોષ ધરપકડ કરી છે. જોકે, જૂનાગઢ બી.ડિવિઝન પોલીસ મથકમાં બેંકના રિજનલ મેનેજર મહેન્દ્ર ભરખડાએ જ જૂનાગઢમાં આ ફરિયાદ નોંધાવી છે. પરંતુ જાણવા જેવી વાત એ છે કે આ સમગ્ર બાબત સામે કેવી રીતે આવી


પ્રાથમિક વિગતો મુજબ ચેન્નાઇ સ્થિતિ એક્ટિાસ સ્મોલ ફાઇનાન્સ કંપનીની જૂનાગઢના ઝાંઝરડા રોડ સ્થિત આવેલી બ્રાન્ચમાં ઓડિટ હાથ ધરાયું હતું. ઓડિટમાં આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. બેંક દ્વારા મેનેજર સુનિલ ઘોષને આ અંગે પૂછવામાં આવ્યું હતું જેમાં તેના દ્વારા કોઈ પણ પ્રકારનું સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નહોતું.


જોકે, આ ઘટના બાદ પોલીસ ફરિયાદ થતા પોલીસે ઘોષની અટક કરી છે પરંતુ તેની સાથે કોણ કોણ આ કૌભાંડમાં સામે હતું તેની તપાસ થશે. વધુમાં સૌથી મોટો સવાલ એ છે કે રૂપિયા 1.30 કરોડની નકલી નોટો આ શખ્સો ક્યાથી લાવ્યા અને કોણ છાપતું હતું તે પણ મોટો સવાલ છે. જોકે, પોલીસની તપાસમાં આ વિગતો બહાર સામે આવી શકે છે.


અનેક ખાનગી બેંકમાં લોકોના કરોડો રૂપિયા લોકરમાં હોય છે ત્યારે એકિવટાસ બેંકના આ કૌભાંડે ગ્રાહકોને ફરી વિચારવા મજબૂર કર્યા છે કે ખાનગી બેંકો પર કેટલો વિશ્વાસ કરવો. જોકે, બીજી વાત એવી છે કે બેંકના જ ઓડિટમાં ઘટના પકડાઈ હોવાથી બેંકો સભાન છે તે સ્પષ્ટ છે પરંતુ આ ઘટનાએ લોકોને વિચારવા મજબૂર ચોક્કસ કર્યા છે.