

અતુલ વ્યાસ, જૂનાગઢ : આજના સમયમાં પણ દીકરી ને દીકરા સમક્ષક નહીં ગણતા દીકરાની લાલચમાં એક યુવાને 70 લાખ રૂપિયા ગુમાવ્યા છે. બનાવની વીગત પ્રમાણે જૂનાગઢ જિલ્લાના વડાલના ભીયાળ ગામે રહેતા નયન સોજીત્રા નામના યુવાનને સંતાનમાં બે દીકરીઓ છે. ગત જાન્યુઆરી માસમાં એક સાધુ તેને ઘરે આવ્યો હતો અને તારા ઘરમાં સુખ શાંતિ થશે અને તારે ત્યાં દીકરા નો જન્મ થશે તેવી લાલચ આપી હતી.


ત્યાર બાદ તેના કહેવાતા ગુરૂએ નયનને ફોન કરી તારી જમીનમાં મેલુ છે વિધિ કરવી પડશે એમ કહી વિધિના બહાને પૈસા પડાવવાનું શરૂ કર્યું. ત્યાર બાદ ગુરૂ ચેલા દ્વારા નયનને અલગ અલગ સ્થળોએ બોલાવી વિધિના બહાને લાખો રૂપિયા ખંખેર્યા. પ્રતીકાત્મક તસવીર


ભોગ બનનારની પત્નીના ઘરેણા પણ આ ગુરૂ ચેલાએ પડાવી લીધા. ભોગ બનનાર નયનને સુરેન્દ્રનગર, થાન, સાણંદ. અલગ અલગ સ્થળોએ બોલાવી તેની પાસે થી લાખો રૂપિયાની લઈ હાલ ગુરૂ ચેલો ફરાર થઈ ગયા છે.


ભોગ બનનારે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાંમા અજાણ્યા બે સાધુ તેમજ એક યુવાન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ સ્થિતિમાં સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે કે પુત્ર પ્રાપ્તીની લ્હાયમાં દોરા-ધાગા મંતરવા કરતા દીકરો-દીકરી એક સમાનના નારા પર કાયમ રહેવું જોઈએ.