

અતુલ વ્યાસ, જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાની મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન (Bank chairman) અને સીઈઓ (CEO)ને મારી નાખવાની ધમકી (Death threat) આપવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક (Junagadh jill sahkari bank)ની એક બ્રાન્ચનું ઉદ્દઘાટન તારીખ 17ના રોજ પોરબંદરના કુતિયાણા (Kutiyana) ખાતે થયું હતું. આ અંગેની આમંત્રણ પત્રિકામાં નામ ન હોવાનું મનદુઃખ રાખીને જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરે બેંકના સીઇઓ તેમજ ચેરમેનને જાનથી મારી નાખવાની ધમકી આપતો ફોન કરતા બેંકના સીઇઓએ પોલીસ ફરિયાદ (Police complaint) નોંધાવી છે. (તસવીર- ભીમા મોઢા)


જૂનાગઢ શહેરના બી ડિવિઝનમાં નોંધાવેલી ફરિયાદના આધારે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની એક શાખાનું કુતિયાણા ખાતે ઉદ્દઘાટન હતું. આ ઉદ્દઘાટનની આમંત્રણ પત્રિકામાં કુતિયાણા ક્ષેત્રના ડિરેક્ટર ભીમાભાઇ મોઢા (Bhimabhai Modha)નું નામ ન હોવાથી તેમણે અંગત મનદુઃખ રાખીને બેંકના સીઇઓને એક ધમકીભર્યો ફોન કર્યો હતો. ફોનમાં વાત કરતા બેંકના સીઇઓ કિશોરભાઈ ભટ્ટ (Kishorbhai Bhatt) તેમજ બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા (Dolarbhai Kotecha)ને તેઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


'મારા વિસ્તારમાં આવી અને કાર્યક્રમ કરો છો, ભગવાન પણ હવે તમને બચાવી નહી શકે,' તેવો ધમકી ભર્યો ફોન ડિરેક્ટરે કર્યો હતો. બેંકના સીઈઓ દ્વારા ડિરેકટરને ફોન પર સમજાવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ માન્યા ન હતાં. બેંકના ચેરમેને આ અંગે જણાવ્યું હતું કે, 'ધમકી આપનાર વ્યક્તિ તે વિસ્તારના કૉંગ્રેસના આગેવાન છે. આ બેંકમાં રાજ્યના બે પ્રધાનો ડિરેક્ટર છે ત્યારે આવી ધમકીભર્યા ફોન કરવા યોગ્ય નથી.'